તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:શીયાળમાંથી 3 જુગારીને બગોદરા પોલીસે ઝડપ્યા

બાવળા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
 • પોલીસે રૂ. 3380 રોકડ, દાવ ઉપરથી રૂ. 370 મળી કુલ રૂ. 3750 કબ્જે કર્યા

બાવળા તાલુકાનાં બગોદરા અને તેની આજુબાજુનાં ગામડાઓ જુગારધામો ધમધમી રહ્યા છે.

બગોદરા પોલીસ જુગારીઓને પકડવા માટે બગોદરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પોલીસ શિયાળ ગામમાં આવેલા હાઉસીંગના નાકા પાસે પહોંચતાં બાતમી મળી હતી કે શિયાળ ગામમાં આવેલા હાઉસીંગના ચોકમાં ખુલ્લામાં જુગારીઓ હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીનાં આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં 3 જુગારીઓ જુગાર રમતા હતાં. જેથી પોલીસે કોર્ડન કરીને બુધાભાઈ પાંચાભાઇ દેવીપૂજક (શિયાળ), ગગજીભાઇ માનસંગભાઇ કોળી ૫ટેલ (શિયાળ ), અને રણુભાઇ રામાભાઇ પઢાર (શિયાળ)ને પકડી પાડી તેમની પાસેથી રૂ. 3380 રોકડા અને દાવ ઉપરથી રૂ. 370 મળી આવતાં કુલ રૂ. 3750 કબ્જે કરીને પકડાયેલા જુગારીઓને જેલનાં સળીયા પાછળ ધકેલી દઈને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો