ફરિયાદ:બાવળામાં ભૂંડ પકડવાની જાળ પાછી લેવા બાબતે તલવાર અને લોખંડની પાઇપથી હુમલો

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોલાચાલી થતાં બોલેરોથી સામેની બીજી બોલેરોને ભટકાડી નુકસાન કરાયું
  • એક જ સમાજની વ્યક્તિ વચ્ચેના હુમલામાં 4 ને ઈજા, 4 સામે ફરિયાદ નોંધાઇ

બાવળામાં ભૂંડ પકડવાની જાળ પાછી લેવા માટે બોલાચાલી થતાં બોલેરો કાર ગાડીને સામેથી ભટકાડીને તલવાર અને લોખંડની પાઇપથી હુમલો કરાતાં 4 વ્યકિતઓને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. ધોળકામાં સોનારકુઇમાં રહેતાં કરણસિંગ કમલસિંગ બાધાએ બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે 12 તારીખે બાવળામાં રહેતા હિરાસિંગ અને તેના માણસો આપણી ભૂંડ પકડવાની જાળ સાલજડાથી લઈને જતા રહ્યા છે જે બાબતે સમાધાન કરી અમારી જાળ પાછી લેવા મને સાથે લઈ ગયા હતા.

તેમના કાકા ગુરૂચરણસિંગ રઘુનાથસિંગ બાધા, રહેવાસી, બગોદરા, ફરિયાદીના કુટુંબી ગોપાલિસંગ, રોહિતસિંગ ભૂંડ પકડવાની બોલેરો ગાડી લઇને બાવળા ગયા હતા. બાવળા રજોડા રોડ ઉપર આવેલી સહજાનંદ ગેલેક્ષી પાસે હિરાસિંગ લક્ષ્મણસિંગ પટવા, તેના બનેવી શંભુસિંગ ઉર્ફે શમશેરસિંગ ટાંક, શંભુસિંગના 2 દિકરા જસપાલસિંગ અને હરદિપસિંગ તેમની ભુંડ ભરવાની બોલેરો પીક અપ ગાડી લઈ સામે મળતાં ગાડી ઉભી રખાવીને અમારી ભૂંડ પકડવાની જાળ પાછી માંગતા ફરિયાદીને કહ્યું કે તમે આગળ આવો તમને તમારી જાણ આપી દઇશું.

જેથી તેમની ગાડીની પાછળ પાછળ જતા હતા તે વખતે આ જસપાલસિંગે તેની સાથેના માણસો તેમની ગાડી લઇ થોડે આગળ જઇ પાછા યુ ટર્ન લઇ અમારી ગાડી તરફ પુરઝડપે ચલાવીને અમારી ગાડી સાથે સામેથી ભટકાડી હતી. જેથી અમારી ગાડીનાં આગળના ભાગે નુકશાન થવા પામ્યું હતું. હિરાસિંગ અને જસપાસિંગ હાથમાં તલવાર અને શંભુસિંગ અને હરદિપસિંગ હાથમાં લોખંડની પાઇપો લઇ નીચે ઉતરીને જેમ ફાવે તેમ ગાળો બોલી અમારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.

જેથી તેમને ગાળો બોલવાની ના પાડતા તેઓ અમારા ઉપર ઉશ્કેરાઇ ગયા હતાં અને ચારેય તલવાર અને લોખંડની પાઇપ લઇને તૂટી પડયા હતા અને આડેધડ માર મારતાં 4ને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. જેથી જીવ બચાવીને ફરિયાદી સાથેના ગાડી ત્યાં જ મુકીને ભાગી ગયા હતાં. ત્યાંથી રિક્ષામાં બેસી ધોળકા સરકારી દવાખાને સારવાર લેવા માટે ગયા હતાં. પ્રાથમિક સારવાર કરાવીને વધુ સારવાર માટે ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલમાં દાખલ થયા હતા. મારા કાકા ગુરૂચરણસિંગ વધુ સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...