તાલુકાના શિયાળ ગામમાં મંગળવારે મોડી સાંજના સમયે પરિણીતાને પાસે બોલાવનારા જૂના પડોશી યુવક અને તેના પિતા સહિતના કુટુંબીઓએ સમજાવવા ગયેલા પતિ પર હુમલો કર્યો હતો. આ અંગે બગોદરા પોલીસ મથકે 3 જણા સામે ગુરુવારે ફરિયાદ નોંધાઈ છે.
શિયાળ ગામના પ્રભુભાઈ વાલાભાઈ પઢારે બગોદરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર 6 મહિના પહેલાં તેમના ઘરની સામે રહેતા ગૌતમ ભરતભાઈ પઢાર તેમની પત્નીને તેની સાથે ગેરસંબંધ બાંધવા અવારનવાર કહેતો હતો. પત્નીએ આ વાતની જાણ કરતાં તેમને ગૌતમ સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં તેમના કુંટુબીજનોએ સમાધાન કરાવ્યું હતું. ત્યાર પછી દંપતી મજૂરીકામ કરવા વડોદરા જતું રહ્યું હતું અને 15 દિવસથી શિયાળ ગામે આવ્યાં હતાં.
બુધવારે રાત્રે તેમના ફળિયામાં મરણ થયું હોવાથી પ્રભુભાઈ ત્યાં બેસવા ગયા હતા. મોડી રાત્રે 8 વાગે તેઓ ઘરે પાછા ગયા ત્યારે તેમનાં પત્નીએ તેમને જણાવ્યું કે ‘સાંજે હું ઘરની બહાર ઊભી હતી તે વખતે ગૌતમ મને બોલાવતો હતો અને અહીં આવ એવું મને કહેતો હતો’. આથી પ્રભુભાઈ આ બાબતે ગૌતમભાઈને તથા તેના કુટુંબીઓને આ બાબતે જાણ કરવા તેમના ઘરે ગયો હતો. ઘરે ગૌતમભાઈ તેના પિતા ભરતભાઈ ભવાનભાઈ તથા શાંતિભાઈ ભરતભાઈને આ બાબતે ઠપકો આપીને ફરીથી આવું ન કરવા જણાવી ઘરની બહાર નીકળતાં પાછળથી દોડીને આ ત્રણેય જણાંએ લાકડીઓ લઈને જેમફાવે તેમ ગાળો બોલવા લાગતાં તેમને ગાળો બોલવાની નાં પાડતાં તેઓએ ઉશ્કેરાઈ જઈને લાકડીઓથી માર માર્યો હતો.
બુમાબુમ કરતાં ફળિયાના માણસો અને મારા ઘરના લોકો આવી જતાં મને વધુ મારમાંથી છોડાવ્યો હતો. જેથ ત્રણેય જણાએ ધમકી આપી હતી કે હવે પછી અમારૂં નામ લેશો તો જાનથી મારી નાખીશું. મને ઈજા થઈ હોવાથી બગોદરા સરકારી દવાખાને સારવાર માટે લવાતાં ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે બાવળાની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.