તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ભાયલામાં ‘અમને પુછ્યા વગર જમીનમાં કોઇ કામ કરવુ નહીં ’તેમ કહી હુમલો

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતની જમીનમાં વરસાદથી દરવાજો પડી ગયો હોવાથી રિપેરિંગ કામ ચાલુ હતું ત્યારે ગામની 2 વ્યક્તિએ આવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ

બાવળામાં રહેતાં ખેડુતે તાલુકાનાં ભાયલામાં જમીન રાખેલી છે અને તેમાં વરસાદના કારણે દિવાલ અને દરવાજો પડી ગયો હોવાથી મજુર પાસે રીપેરીંગ કરતા હતા તે સમયે ગામનાં બે વ્યકિતએ આવીને કહ્યું કે તારે અમારા ગામની સીમમાં અમને પુછયા વગર કોઇ કામ કરવાનું નહિ તેમ કહીને ગાળો બોલી મજુરનાં હાથના ભાગે લાકડી મારીને આગળીના ભાગે ફેકચર કરીને લાકડીઓથી મારી મુંઢ ઈજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં ખેડુતે બાવળા પોલીસમાં બંને વ્યકિત વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બાવળામાં આવેલી શાંતિકલશ સોસાયટીમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ સરવૈયા ખેતીકામ કરી અને ગોકુલ મમરા પૌઆ નામની કંપનીમાં વેપાર કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમની બાવળા તાલુકાનાં ભાયલા ગામની સીમમાં સર્વે નંબર 476 વાળી જમીન જયશનભાઇ પ્રાઘજીભાઇ હિરાણી સાથે ભાગીદારીની આવેલી છે. જેમાં સવારના સાતેક વાગ્યે તેમની બીજી જય સ્ટાર નામની કંપનીમાં કામ કરતા ધર્મેન્દ્રભાઈ બટુકભાઇ રાયજાદાને ભાયલાની સીમમાં અગાઉ એકાદ વર્ષ પહેલા બનાવેલી ફોર્ડીંગ દિવાલ અને દરવાજો વરસાદના કારણે પડી ગયો હોવાથી રીપેરીંગ કરવા બે મજુરો લઇને મોકલ્યા હતાં.

રીપેરીંગનું કામ ચાલું હતું ત્યારે ભાયલા ગામનાં મહાવિર ઉર્ફે કાનો મહેશભાઈ પરમાર અને ટોલટેક્ષ નજીકમાં શક્તિ પાન પાર્લરનો ગલ્લો ચલાવે છે તે બંને આવ્યા હતાં અને મહાવીરે કામ કરતાં ધર્મેન્દ્રભાઇને જેમફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતાં અને કહેવા લાગ્યા કે તમારે આ જગ્યામાં દિવાલ બનાવવાની નહિ તેમ કહેતાં ધમેન્દ્રસિહે કહ્યું કે અમારી જમીન છે.

મહાવીર સાથે આવેલો શક્તિ પાન પાર્લર વાળો વ્યકિત એકદમ ઉશ્કેરાઇ જઇને કહેવા લાગ્યો કે તમે જાણો છો કે આ જમીન ભાયલાની સીમમાં આવેલી છે જેથી તમારે અમને પુછ્યા વગર જમીનમાં કોઇપણ જાતની દિવાલ કે દરવાજો બનાવવાનો નહિ.મહાવીરે ઉશકેરાઇ જઇને લાકડી ધર્મેન્દ્રભાઇ રાયજાદાને હાથમાં અને પગમાં મારી હતી.જેથી ધમેન્દ્રસિહે છોડાવવા વચ્ચે પડતા તેણે ધમકી આપી હતી કે હવે પછી આ જગ્યામાં જો મને પુછયા વગર કામ કરવા આવ્યા છો તો તમને અને તમારા મજુરોને મારી નાંખીશું.

અન્ય સમાચારો પણ છે...