હુમલો:બાવળાનાં ડુમાલીમાં અનાજની ચોરી કરવા મુદ્દે યુવક પર હુમલો

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1ને માથામાં ગંભીર ઇજા, 4 વ્યક્તિ સામે ફરીયાદ નોંધાઈ

બાવળા તાલુકાનાં ડુમાલી ગામમાં એક વ્યકિતને અનાજની ચોરી કરી છે તેમ કહી ગાળાગાળી કરીને ત્રણ મજુરોએ પકડી રાખીને ચોથા મજુરે લોખંડની પાઇપ માથામા મારીને ગંભીર ઇજા કરીને જાનથી મારી નાખવાની ઘમકી આપતાં અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

આ બાબતે કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસમાં ચાર મજુરો સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળા તાલુકાનાં ડુમાલી ગામમાં આવેલા રોહીતવાસમાં રહેતાં વિક્રમભાઇ ખોડાભાઇ સોલંકી ગામમાં આવેલી સોલર પ્લાન્ટમાં ટ્રેકટર ચલાવીને પોતાના કુંટુંબનું ગુજરાન ચલાવે છે. તે અને રાજુભાઇ દેવીપૂજક બંને જણા જુનિયેર સોલર પ્લાન્ટમાં કામ કરતાં હતાં ત્યારે બપોરે સાડા અગિયાર વાગ્યે ઘમેન્દ્રભાઇ કોન્ટ્રાકટરનાં ચાર મજુરો આવ્યા હતાં અને વિક્રમભાઇને કહ્યું કે તમે અમારી કરીયાણાની વસ્તુની ચોરી કરી છે. તેમ કહી બોલાચાલી કરીને ગાળાગાળી કરીને જતાં રહ્યા હતાં.

​​​​​​​બપોરે સાડા ત્રણ વાગ્યે જુનીયેર સોલર પ્લાન્ટની બાજુમાં ટીંચુભાઇ વાઘેલાનાં ખેતરમાં આવેલી પીલુડીનાં ઝાડ નીચે વિક્રમભાઇ સોલંકી અને રાજુભાઇ આરામ કરતાં હતાં ત્યારે ધર્મેન્દ્રભાઇ કોન્ટ્રકટરનાં ચારેય મજુરોએ આવીને વિક્રમભાઇને કહેવા લાગ્યા કે તું કેમ અમારી અનાજની વસ્તુની ચોરી કરી છે તેમ કહી ચાર મજુરોમાંથી 3 મજુરોએ વિક્રમભાઇને પકડી રાખીને અને બીજા એક મજુરે લોખંડની પાઇપ માથમાં મારતાં લોહી નીકળવા લાગ્યું હતું.અને ગંભીર ઇજા થવા પામી હતી. અને બુમાબુમ કરવા લાગતાં નજીકમાંથી તળશીભાઇ કોળી પટેલ અને ટીંચુભાઇ વાઘેલા આવી જતાં અજાણ્યા ચારેય મજુરો જાન મારી નાખવાની ધમકી આપી જતાં રહ્યા હતાં.

આ અંહે ટીંચુભાઇ વાઘેલાએ સારવાર માટે બાવળાની ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતાં અને ત્યાં પ્રાથમિક સારવાર કરાવીને ગંભીર ઈજાઓ થઇ હોવાથી વધુ સારવાર માટે અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેથી તેમનાં ભાઇ દિનેશભાઇ સોલંકીએ કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશનમાં અજાણ્યા 4 મજુરો સામે ફરીયાદ નોંધાવતાં કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...