તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બાવળાના કેશરડીમાં ‘મારા ઘરનાને કેમ હેરાન કરે છે’ કહી ધારિયાથી હુમલો

બાવળા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાઇક લઇને ખેતરે જતી વ્યક્તિને અટકાવી મારી નાખવાની ધમકી આપી
 • ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા, 4 સામે ગુનો

બાવળા તાલુકાનાં કેશરડી ગામમાં બાઇક લઇને ખેતરે આંટો મારવા જતી વ્યકિતને ગામના બે વ્યકિતઓએ અમારા ઘરનાને કેમ હેરાન કરો છો તેમ કહીને બોલાચાલી ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઇ જઇને ધારીયા અને લાકડીથી માર મારતાં ઈજા થતાં બાવળાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને બાવળા પોલીસને 4 વ્યક્તિ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં કેશરડી ગામમાં રહેતાં ઘનશ્યામભાઇ ધરમશીભાઇ રાઠોડ( કોળી પટેલ )એ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તે સવારના દસેક વાગ્યે બાઈક લઈને ખેતરે આંટો મારવા નીકળ્યા હતા. અને નવાપરામાં રહેતા રણછોડભાઇ કોળી પટેલના ઘર નજીક ૨સ્તા ઉપર ઉભો રહ્યા હતો. તે વખતે રસ્તા ઉપર જ ગામના ચમનભાઇ કાનજીભાઇ તથા જગદીશ ભાઇ ચમનભાઇ ઉભા હતા. અને ચમનભાઇએ કહ્યું કે તમે બધા માથાભારે થઇ ગયા છો તમે અમારા પરિવારના માણસોને કેમ હેરાન કરો છો. તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતાં.જેથી તેમને ગાળો બોલવાની ના પાડતાં તેઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતાં.અને તેઓ સાથે ઝપાઝપી થતાં તેઓએ ધારીયું અને લાકડીથી માર મારવા લાગ્યા હતાં.જેથી ડાબા કાનના ઉપરના માથાના ભાગે વાગતાં લોહી નીકળવા લાગ્યું હતું.

આ વખતે ચમનભાઇના દિકરા આનંદભાઇ તથા મનુભાઇ પણ લાકડીઓ લઇને આવી જતાં તેઓએ પણ આડેધડ ધા મારવા લાગ્યા હતાં.જેથી બુમાબુમ કરતાં તળશીભાઇ મકવાણા તથા બસુબેન અને તેમનો દિકરો લાખાભાઇ આવી જતાં વચ્ચે પડીને છોડાવ્યા હતાં.અને તે જતાં જતાં ધમકી આપી હતી કે આજે તો તું બચી ગયો છે તને જાનથી મારી નાખવાનો છે.ત્યારબાદ તેમને બાવળાની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.અને તેમણે બાવળા પોલીસમાં ચારેય વિરૂદ્ધ મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો