તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:કાણોતરમાં દીકરીને ભગાડી જવાની વાતે ઠપકાનું મનદુ:ખ રાખી ધારિયું લઇ ગામના શખ્સો મારવા દોડ્યા

બાવળા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીપુરીની લારી ચલાવતા ગામના રહીશને ‘તારા ભાઇ અને કાકાને મારી પાછળ કેમ મોકલ્યા’ તેમ કહી ધારિયું લઇ મારવા દોડ્યા, બૂમાબૂમ થતાં પિતા આવી જતાં બચી ગયા, 3 સામે પોલીસ ફરિયાદ

બાવળા તાલુકાનાં કાણોતર ગામમાં દીકરીને ભગાડી જવાની વાત બાબતે અગાઉ ઠપકો આપ્યાનું મનદુખ રાખીને ઇકો ગાડી લઇને આવી તારા ભાઇ અને કાકાને પાછળ કેમ મોકલ્યા હતાં તેમ કહેતા સામેવાળા ઉશ્કેરાઈ જઈ ને જેમ ફાવે તેમ ગાળો બોલીને ધારીયુ, પાઇપ અને ગુપ્તી લઇ મારવા દોડ્યા હતાં અને તેઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં બગોદરા પોલીસમાં 3 વ્યકિત સામે ફરિયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને પગલે નાનકડા એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

બાવળા તાલુકાનાં કાણોતર ગામમાં આવેલા વાંટાવાસમાં રહેતાં સંજયભાઈ હનુભાઈ ગોહેલ ( કોળી ૫ટેલ ) પાણીપુરીની લારી ચલાવીને પોતાના કુંટુંબનું ગુજરાન ચલાવે છે. તેમણે બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે એક મહીના પહેલા ગામનો સંજયભાઇ ઉર્ફે સંગી બચુભાઇ કોળી પટેલ મારા કાકાની દિકરીને લઇ જતો રહેલાની વાત અમોને જાણવા મળતાં તેઓને ઠપકો આપ્યો હતો. જેનુ મનદુ:ખ રાખીને સંજયભાઇ અવાર-નવાર અમારી સાથે ઝઘડા કરતો હતો 13 તારીખે મારી પાણીપુરીની લારી લઇ ભામસરા રોડે વખડી પાસે ઉભો હતો તે વખતે સંજયભાઇ તેની ઇકો ગાડી લઇને ભામસરા બાજુ ગયો અને થોડીવારમાં મારો નાનો ભાઇ રવિભાઇ તથા મારા કાકા મનસુખભાઇ બંને જણા મનસુખભાઇની દિકરીની સગાઇ માટે ભવાનપુરા જવા માટે બાઇક લઇને નીકળેલા અને થોડીવારમાં મારા ભાઇનો મારા ઉપર ફોન આવ્યો કે હું તથા મારા કાકા મનસુખભાઇ બંને જણા જતા હતા તે વખતે સંજયભાઇ ભામસરા ડી૫માં ઇકો લઇને જતા હતા અને અને તેમની પાછળ હતાં.

તેમણે ઇકોને બ્રેક મારતા બાઇક ભટકાઈ નહી તે માટે બ્રેક મારતાં અમે બાઇક સાથે ૫ડતા પડતા રહી ગયા હતાં.ત્યારપછી તે ઇકો લઇ હાઇ-વે રોડ ત૨ફ જતો રહ્યો હતો.અને સાંજના પાંચ વાગે હું મારી લારીએ હાજર હતો તે વખતે સંજયભાઇ તેની ઇકો લઇ ભામસરા તરફથી આવ્યો હતો અને મારી પાણીપુરીની લારીએ ઇકો ઉભી રાખી સંજયભાઇ તથા એક બીજો માણસ નીચે ઉતર્યા હતાં. અને સંજયભાઇના હાથમાં ધારીયુ તથા તેની સાથેના માણસના હાથમાં પાઇપ હતી.તેમણે કહ્યું કે તે તારા ભાઇ તથા તારા કાકાને મારી પાછળ કેમ મોકલ્યા હતાં. જેથી મેં કહ્યું કે મેં મોકલ્યા નથી. તે બંને સગાઇ કરવા ભવાનપુરા જતા હતા તેવું કહેતા આ બંને જણાં એકદમ ઉશકેરાઇ ગયા હતા.

જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગીને મને મારવા દોડતા મે બુમાબુમ કરતાં સંજયભાઇના પિતા ભચુભાઇ હાથમાં ગુપ્તી લઇને આવી ગયા હતાં અને તેઓ પણ મને મારવા દોડતાં તે સમયે મારા પિતા આવી ગયા હતાં અને વચ્ચે પડી મને બચાવ્યો હતો.જેથી આ ત્રણેય જણાએ જતા જતા કહેતા હતા કે હવે પછી અહી લારી ઉભી રાખીશ તો તારા હાથ પગ ભાંગી નાખીશું. તેવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આપતા જતા ૨હ્યા હતાં.જેથી બગોદરા પોલીસમાં ત્રણેય વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ બનેલા દીકરીને ભગાડી જવાના બનાવમાં ઠપકો આપ્યાનું મનદુખ રાખી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...