તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારે રોષ:મુન્દ્રામાં 2 યુવકના કસ્ટોડિયન ડેથ મામલે બાવળા મામલતદારને આવેદન

બાવળા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કચ્છના મુન્દ્રા તાલુકાનાં સમાધોધાનાં ઘટનાને વખોડી

કચ્છ જિલ્લાનાં મુન્દ્રા તાલુકાનાં સમાધોધાનાં ચારણ- ગઢવી સમાજનાં બે યુવાનોને પોલીસે ખોટાં કેશમાં સંડોવીને ધરપકડ કરી ગેરકાયદેસર રીતે પોલીસ કસ્ટડીમાં ગોંધી રાખી ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી બંને યુવાનોનાં મોત થવા પામ્યા હતાં. આ કસ્ટોડિયન ડેથ પ્રકરણમાં સમસ્ત ચારણ- ગઢવી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બાવળા તાલુકા ચારણ- ગઢવી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બાવળા તાલુકા ચારણ સમાજનાં પ્રમુખ ગંભીરસિહ ગઢવી, મંત્રી રણજીતસિહ મોડ, નવલદાન ગઢવીએ સમસ્ત ચારણ સમાજ દ્વારા બાવળાનાં મામલતદાર પી.આર.દેસાઇને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં રજુઆત કરવામાં આવી છે કે આ કસ્ટોડિયન ડેથમાં સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરી જેલ હવાલે કરી કાર્યવાહી સરકાર દ્વારા કરાય તેવી અમારી માગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો