નાગરિકોમાં આક્રોશ:બાવળા અને રામનગર હાઈ-વે પર કોઈ વપરાયેલા માસ્ક ફેંકી જતાં રોષ

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વપરાયેલા માસ્ક આવી જાહેર ખુલ્લી જગ્યામાં ફેંકવાથી લોકો અને પશુઓના આરોગ્ય સામે પ્રશ્ર ઊભો થતાં નાગરિકોમાં આક્રોશ ફેલાયો

કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો હતો. બીજી લહેરમાં અનેક લોકો મૃત્યું પામ્યા છે. કોરોનાંનાં કેસો ઓછા થયા છે કોરોના ખતમ થયો નથી. હાલમાં પણ ઓમિક્રોંનનાં કેસો વધી રહ્યા છે. સ્કુલોમાં પણ હાલમાં કોરોનાનાં કેસો આવી રહ્યા છે.ત્યારે કોરોનાની બચવા માટે માસ્ક પહેરવું, સોશીયલ ડીંસ્ટન્સ જાળવવું વગેરેનું પાલન કરવું જરૂરી બની ગયું છે. અને તેનાં માટે સાવચેતી રાખવાની જરૂરી છે.માસ્ક પહેરીને ગમે ત્યાં નાંખવું જોઇએ નહીં તેમ આરોગ્ય વિભાગ પણ કહી રહ્યું છે.ત્યારે બાવળાથી રામનગર જતાં હાઇ-વેની સાઇડમાં કોઈ અજાણી વ્યક્તિ પહેરેલાં જથ્થાબંધ માસ્ક ફેંકીને જતો રહ્યો છે.

આટલી મોટી સંખ્યામાં કોણ ફેંકી ગયો હશે તે મોટો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. કદાચ કોઈ કંપનીમાંથી નાંખી ગયા હોવાનું લોકો જણાવી રહ્યા છે.આવી રીતે વપરાયેલા માસ્ક આવી જાહેર ખુલ્લી જગ્યામાં ફેંકવાથી લોકોનાં અને પશુઓનાં આરોગ્ય સામે પ્રશ્ર ઉભો થવા પામ્યો છે.લોકો ઇચ્છી રહ્યા છે કે આ માસ્ક કોણ ફેંકી ગયું અને ક્યાંથી ફેકવામાં આવ્યા તેની તપાસ થવી જોઈએ અને તેને પકડી પાડી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...