વિરોધ:બાવળામાં ચાઇનીઝ દોરી, તુક્કલનું વેચાણ બંધ કરાવવા આવેદન અપાયું

બાવળા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાઇના દોરી સળગાવીને વિરોધ કરવામાં આવ્યો

ઉત્તરાણનાં તહેવારને ગણતરીનાં દિવસો બાકી છે.ઉત્તરાયણનાં તહેવારમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ જીવલેણ છે.આ દોરીથી પશુ-પક્ષીઓ અને માણસો ધાયલ થાય છે.અને મૃત્યું પણ થવા પામે છે.છતાં બાવળાની બજારમાં ખાનગીમાં તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. વેપારીઓ નફાની લાલચમાં આવી ચાઇનીઝ દોરી લાવે છે અને વેચે છે. આ દોરી ખતરનાક હોવાની જાણ હોવા છતાં વેચાય છે. અગાઉનાં વર્ષમાં જાનમાલની નુકશાની થયાના કેસ બન્યાં છે. આ ચાઇના દોરી ઉપર સરકાર દ્વારા કડક નિયંત્રણ મુકીને તેના વેચાણ ઉપર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે.

છતાં તેનું ધૂમ વેંચાણ થઈ રહ્યું છે.જેથી હવે ઉત્તરાણનાં ગણતરીનાં દિવસો બાકી છે .આવી પ્રવૃત્તિ કરતાં તત્વોને કડકમાં ક્ડક સજા થાય અને શિક્ષાત્મક ફોજદારી કાર્યવાહી થાય તે માટે બાવળા મામલતદારને હિન્દુ યુવા વાહીનીનાં જિલ્લા પ્રમુખ અતુલ ઠાકોર, ઠાકોર વિકાસ ટૂસ્ટનાં રાષ્ટ્રીય પ્રમુખ રાજભા ઠાકોર, ચિન્ટુ ઠાકોર, સંજય ઠાકોર, કિરીટ ઠાકોર, રણજીત પટેલ સહીત કાર્યકરો હાજર રહ્યાં હતાં.આવેદનપત્ર આપ્યા બાદ કચેરીની બહાર કાર્યકરોએ ચાઇના દોરી સળગાવીને તેનો વિરોધ નોંધાવીને સુત્રોચાર કરીને આ દોરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...