તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:બાવળામાં લોકડાઉનમાં બે દિવસ વેપારની છૂટ આપો, મામલતદાર કચેરીમાં રજૂઆત કરવામાં આવી

બાવળા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના વાઈરસના કેસો વધી રહ્યા છે. જેથી કોરોના મહામારીને નાથવી પણ જરૂરી છે. આ કોરોના સકમણથી વધે નહીં અને તેને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકાર તથા રાજય સરકારે ત્રણ વખત લોકડાઉન લાગુ કર્યું છે. લોકડાઉન દરમ્યાન સરકારે પ્રજાને હાડમારી ઉભી ના થાય તે માટે જીવન જરૂરીયાતની વસ્તુઓની વીતરણ વ્યવસ્થા ખુબ સારી ગોઠવી છે. બાવળા શહેરમાં લોકડાઉનના લગભગ દોઢ મહિનો થયો છે. તેમાં આવશ્યક ચીજ વસ્તુઓ દુધ, શાકભાજી, મેડિકલ જેવી સેવાઓ ચાલુ જ છે. પણ આ દોઢ મહિનાથી ઇલેકટ્રીક, હાડવેર, સોની, સુથાર, લુહાર, ઓટો મોબાઇલ, મોબાઇલ, સ્ટેરનરી, કપડા, કાપડ, બુટ-ચંપલ, દરજી, વાળંદ, હોટલ, પાર્લર વિગેરે ઘણી બધી દુકાનો બંધ છે. જેમનું પણ હિત ધ્યાને લેવું જોઇએ. કારણ કે આ વેપારીઓ પણ પરિવાર સાથે રહેતા હોઇ અને તેમનો પણ આ જીવીકાનો પ્રશ્ન ઉભો થાય છે. કારણ કે લોકડાઉનથી તેઓના વેપાર બંધ રહેવાથી તેમની આવક બંધ થઇ ગઇ છે અને એક તરફ તેઓના સ્ટોક તેમજ માલનો ભરાવો થયો હોઇ વેપારીઓને સમયસર પેમેન્ટ કરવાના હોવાથી જેવા ઘણા ધંધાકિય પ્રશ્નોનો સામનો દરેક વ્યાપારી ઓછા વતા અંશે કરતા હોઇ છે. તેથી અમારૂ પણ હિત ધ્યાને લેવું જોઇએ. કારણ કે નગરજનોને પણ વસ્તુઓની જરૂરીયાત હોઇ છે. પણ અમારી દુકાનો બંધ હોવાથી તેવો ખરીદી કરી શકતા નથી. જેથી અમોને વેપાર અંગે અઠવાડીયામાં બે દિવસ ફાળવવામાં આવે જેથી અમારૂ હિત પણ જળવાય. તથા એક તરફ લોનના હપ્તા, આગામી સમયમાં ઉઘડતા શેક્ષણીક સત્રોમાં સંતાનોની શિક્ષણ ફી પણ ભરવાની થશે માટે આવા ઘણા બધા જીવન જરૂરીયાતના પ્રશ્નો છે. એટલે કે સોમથી શુક્ર ભલે બીજી દુકાનો ચાલુ રહે પણ અમોને શનિવાર તથા રવિવારમાં વેપાર માટે મંજુરી આપવામાં આવે તેવી રજુઆત સરકાર સુધી પહોંચાડવા માટે બાવળા મામલતદાર કચેરીમાં બાવળાનાં વેપારીઓએ સહીઓ કરીને લેખીતમાં રજૂઆત કરાઇ છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો