કાર્યવાહી:આદરોડા ગામના રોડ પર બાઇક પરથી દારૂ ઝડપાયો

બાવળા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાવળા પોલીસે 1 બુટલેગરને ઝડપ્યો બીજો વોન્ટેડ જાહેર

બાવળા પોલીસે બાતમી આધારે બાઇક ઉપર વિદેશી દારૂની બોટલો લઈને જતાં બુટલેગરને આદરોડા ગામ પાસેના મયુરનગર પાસેથી પકડી પાડી તેની પાસેથી 4 બોટલો વિદેથી દારૂની મળી આવતાં 2,000 રૂપીયાનો વિદેશી દારૂ અને 15,000 રૂપીયાનું બાઇક મળી કુલ 17,000 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને બુટલેગરને જેલનાં સળીયા પાછળ ધકેલી દઈને માલ આપનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.

બાવળા પોલીસ પ્રેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્યાન તેઓ બાવળા તાલુકાનાં આદરોડા ગામનાં બસ સ્ટેશન પાસે પહોંચતાં તેમને બાતમી મળી હતી કે વાસણા-ઢેઢIળ થી આદરોડા ગામ પાસે આવેલા મયુરનગર પાસે બાઇક ઉપર વિદેશી દારૂનો જથ્થો લઇને બુટલેગર આવી રહ્યો છે.જે બાતમીનાં આધારે બાવળા પોલીસ મયુરનગર પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતાં. બાતમી મુજબનું બાઇક નીકળતાં પોલીસે કોર્ડન કરીને તેને ઉભું રખાવીને તપાસ કરતાં બાઇક ઉપર ભરવેલા પ્લાસ્ટીકની થેલીમાંથી 4 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

જેથી પોલીસે બાવળામાં આવેલા પઢl૨વાસ પાસે રહેતાં બુટલેગર નટુ ઉર્ફે કાલુ રમેશભાઇ વાળંદને પકડી પાડીને તેની પાસેથી મળી આવેલી 2,000 રૂપીયાનો વિદેશી દારૂ અને 15,000 રૂપીયાનું બાઇક મળી કુલ 17,000 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને આ માલ કોની પાસેથી લાવ્યો હતો તેની કડક પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આ માલ સાણંદ તાલુકાનાં જુવાલ ગામમાં રહેતાં સરદાર કાંતીભાઇ ગોહિલ પાસેથી લાવ્યો હતાં.જેથી પોલીસે નટુને જેલના સળીયા પાછળ ધકેલી દઈને સરદારને વોન્ટેડ જાહેર કરીને ગુનો નોંધીને વોન્ટેડ બુટલેગરને પકડી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...