તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:છેતરપિંડીના ગુનામાં 18 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, બાવળા પોલીસે સાણંદ ચોકડી પરથી ઝડપ્યો

બાવળા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાં જુદાં-જુદાં ગુનામાં નાસતા ફરતા આરોપીઓને તેમજ પેરોલ ફર્લો જમ્પ આરોપીઓ ઉપર વોચ રાખીને પકડી પાડવા માટે તેમજ જીલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા માટે જીલ્લાનાં દરેક પોલીસ અધિકારીઓને જરૂરી સુચનાઓ અમદાવાદ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવે સુચના આપી હતી.

આ સુચનાને આધારે ધોળકાનાં નાયબ પોલીસ અધિક્ષક રીના રાઠવા ધોળકાના માર્ગદર્શન મુજબ બાવળાનાં પી.આઈ. આર.ડી.સગરે બાવળા પોલીસને કામે લગાડયા હતાં.જેથી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ, ધર્મેન્દ્રસિંહ, શૈલેષભાઇ, અશોકસિંહ, જયવીરસિંહ, કિરીટસિંહ પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી મળી હતી કે બાવળા પોલીસમાં 2003માં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનાનો નાસતો ફરતો આરોપી હસમુખભાઇ રતીલાલ ઠક્કર રાજકોટથી નીકળી બાવળા તેના મોટાભાઇને મળવા આવવાનો છે.અને તે બાવળા સાણંદ ચોકડી ઉપર ઉભો છે.આ બાતમીનાં આધારે બાવળા પોલીસે સાણંદ ચોકડી ઉપર આવેલી પોલીસ ચોકીની સામે હાઇ-વેની સામેથી દબોચી લઇને જેલનાં સળીયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો