તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બગોદરા બસ સ્ટેશન સામે બસ- બુલેટ વચ્ચે અકસ્માત

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાળંગપુર દર્શન કરી બે યુવાન પરત અમદાવાદ આવી રહ્યા હતા, 2ને ઇજા

અમદાવાદ - બગોદરા હાઇવે ઉપર દિવસે-દિવસે અકસ્માતો વધી રહ્યા છે.રાત્રે બગોદરા બસ સ્ટેન્ડની સામે એસ.ટી.બસ અને બુલેટ બાઇક વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. હાર્દિકભાઈ રમેશભાઈ જાગાણી અને કુલદી૫ભાઈ ભૂધરભાઈ બંને બુલેટ લઈને સાળંગપુર હનુમાનદાદાનાં દર્શન કરવા માટે ગયા હતાં. દર્શન કરીને તેઓ અમદાવાદ તરફ આવી રહ્યા હતાં ત્યારે રાત્રે તેઓ બગોદરા બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી દાહોદ જામનગર રિલાયન્સ એસ.ટી.બસ સામસામે ટકરાયા હતાં.

અકસ્માતમાં બુલેટ ઉપર સવાર બંન્ને વ્યક્તિને ગંભીર ઈજાઓ થવા પામી હતી. બગોદરા 108નાં ઇ.એમ.ટી. કલ્પેશ જાની અને પાઇલોટ જયરાજસિહ ધૂમંડ તરત જ ધટના સ્થળે પહોંચી જઈને બંને ઈજાગ્રસ્તોંને પ્રાથમિક સારવાર આપીને બગોદરા સામૃહિક આરોગ્ય કેન્દ્ર લઇ ગયા હતાં. જ્યાંથી વધુ અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...