બાવળા-લીંબડી હાઇ-વે ઉપર આવેલા જનશાળીના પાટિયા પાસે રાત્રે આગળ જઈ રહેલી ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતી ટ્રક પાછળ ઘૂસી જતાં ટ્રકનાં ચાલક અને ક્લિનરને ગંભીર ઇજાઓ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા સારવાર દરમિયાન ક્લિનરનું મોત થતાં બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં આવેલી જામનગર ગોલ્ડન કેરીયર દિલ્લી પ્રા.લિ.ટ્રાન્સપોર્ટ કંપનીની ટ્રકમાં ડ્રાઇવર સગીર ઇસરાઇલ તથા ક્લીનર ખાલીદ ઇસરાઇલ (બન્ને રહેવાસી,હરીયાણા) 16 તારીખે જામનગરથી પરચુરણ સામાન ભરીને તથા બીજો સામાન રાજકોટ ઓફીસેથી ભરીને દિલ્લી ખાલી કરવા નીકળ્યા હતાં. રાત્રે અઢી વાગ્યાની આસપાસ જનશાળીના પાટિયા નજીકથી પસાર થઈ રહ્યા હતાં
ત્યારે આગળ જઈ રહેલી ટ્રકનાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અચાનક બ્રેક મારતાં ટ્રક પાછળ ધૂસી ગઇ હતી.જેથી ટ્રકના ડ્રાઇવરને મોઢા ઉપર, શરીરે અને ક્લિનરને નાકમાં, બન્ને પગે ગંભીર ઇજા થઈ હતી. જેથી 108 ને ફોન કરતાં 108 તરત જ આવી ગઈ હતી અને બગોદરા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઈ ગયા હતાં. જ્યાં ડ્રાઇવરને સારવાર આપી રજા આપી દીધી હતી અને ક્લિનરનું સારવાર દરમિયાન મોત થતાં બગોદરા પોલીસમાં ટ્રક ચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.