બાવળા તાલુકાનાં બગોદરા પાસે આવેલા ધોળકા ત્રણ ૨સ્તા પાસે બે ગાડીઓ વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો.બંને ગાડીઓને ભારે નુકશાન થવા પામ્યું છે.સદનસીબે કોઈને ઈજા થવા પામી નથી. બગોદરા પોલીસમાં અકસ્માતની ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદનાં થલતેજમાં રહેતાં મોનીશ ઇન્દ્રવદન આચાર્ય પોતાની કાર લઈને બપોરના અઢી વાગ્યે તેમનાં મમ્મી- કલ્પનાબેન, પપ્પા ઇન્દ્રવદન, પત્ની કૃતિકા દિકરી ઝીવા રાજકોટ વ્યવહારીક કામે જવા માટે નીકળ્યા હતા.તેઓ બગોદરા પાસે આવેલા રોહીકા પેટ્રોલપંપ ધોળકા ત્રણ ૨સ્તા પાસેથી તેમની સાઇડમાં જતા હતાં તે સમયે બગોદરો તરફથી મારૂતી સ્વીફટનાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડના ડિવાઇડર ઉપર ચડાવીને તેમની ગાડી સાથે ભટકાડી હતી. ગાડીમાં બેઠેલા તમામને સામાન્ય ઇજા થતાં બગોદરા સરકારી દવાખાને સારવાર કરાવી ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.