કાર્યવાહી:એનડીપીએસના 2 ગુનામાં ફરાર આરોપી ઝડપાઈ ગયો

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસે પકડી કાર્યવાહી કરી

એનડીપીએસના 2 ગુનામાં ફરાર આરોપીને કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસે પકડી કાર્યવાહી કરી છે. અમદાવાદ જિલ્લામાં ગુનામાં ફરાર આરોપીઓને પકડી પાડવા અમદાવાદ રેન્જ આઇ.જી.પી. વી.ચંન્દ્રશેખર, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમીત વસાવાએ જિલ્લાનાં પોલીસ અધિકારીઓને સૂચના આપી હોવાથી ધોળકા નાયબ પોલીસ અધિક્ષકની સુચનાથી કેરાળા જી.આઇ.ડી.સી. પી.આઇ.એચ.સી. ગોહિલનાં માર્ગદર્શન હેઠળ તેમનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો.

ત્યારે કોન્સ્ટેબલ દિલિપસંગ આશાભાઇને બાતમી મળી હતી કે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.નાં ગુનામાં તથા અમદાવાદ શહેરનાં માધુપુરા પોલીસ સ્ટેશનનાં નાકોટ્રીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટોપીક સબસ્ટન્સિઝ એકટ મુજબનાં ગુનામાં નાસતો ફરતો આરોપી કિરણસિંહ જીતેન્દ્રસિંહ ચૌહાણ,રહેવાસી, ચિયાડા,તા.બાવળા ચિયાડા ગામ તરફથી ભાયલા ગામ તરફ આવવાનો છે. પોલીસને મળેલી બાતમીનાં અધારે પોલીસ ઇન્સ્પેકટર એચ.સી.ગોહીલ, કોન્સ્ટેબલ દિલીપસિંહ આશાભાઇ,કિરિટસિંહ બટુકસિંહ, હર્ષદભાઇ અમરાભાઇએ બાતમી મુજબની જગ્યાએ વોચ ગોઠવીને તે નીકળતાં તેને ઝડપી લઇને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે .આ રીતે આ કેસમાં એનડીપીએસના 2 ગુનામાં ફરાર આરોપી પકડાઈ જતા પોલીસે તે અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...