ફરિયાદ:કાવીઠામાં જમીન અંગે માર મારી 4 જણાએ ખેડૂતને ઝેરી દવા પીવડાવી

બાવળા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાનથી મારી નાખવાની ધમકી આપી : 4 વ્યક્તિ સામે બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ

બાવળા તાલુકાનાં કાવીઠા ગામમાં ખેતર બાબતે અગાઉ બોલાચાલી ઝઘડો કરી ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાથી ઘણા સમય પછી ખેડૂત ખેતરે જતાં અગાઉના ઝઘડાની અદાવત રાખી ગાળો બોલી લાકડીથી માર મારી ઇજા કરતાં ખેડૂત ઘરે જતા હતાં ત્યારે રસ્તામાં 4 વ્યક્તિએ તેમને પકડી રાખીને માથુ તથા મોઢું પકડી રાખી ઝેરી પ્રવાહી જાનથી મારી નાખવાના ઇરાદે બળજબરીથી પીવડાવી દઇને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાશી છૂટયાં હતાં.

બાવળા તાલુકાનાં કાવીઠા ગામમાં આવેલા કોટડીયા ફળીમાં રહેતાં ઘનશ્યામભાઇ માધુભાઇ રાઠોડે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તે બપોરનાં બાર વાગ્યે ઘરેથી અમારા ગવારીયા નામના ખેતરે જારનું વાવેતર કર્યું હોવાથી તેમાં પાણી પાવા માટે બાઇક લઇને ગયો હતો. અને ખેતર ઉપર બનાવેલી અમારી બોરકુવાની ઓરડીની ચાવી ત્યાં બાજુમાં આવેલા ભઠ્ઠીનાં મહેતાજી પાસે હોય હું ત્યાં ચાવી લેવા ગયો હતો અને ત્યાં હું તથા મહેતાજી અને અમારા ગામનાં સતીષભાઇ અદેસિંહભાઇ રાઠોડ વાતો કરતાં હતાં ત્યારે અચાનાક મારા કુટુંબીભાઇ બહાદુરભાઇ નારસંગભાઇ રાઠોડ લાકડી લઇને આવ્યા હતાં અને મને કહ્યું કે ખેતરે કેમ આવ્યો છે તેમ કહી મને લાકડીનો બે-ત્રણ ઘા માર્યા હતાં. જેથી મહેતાજી તથા સતીષભાઇએ વચ્ચે પડી મને વધુ મારથી છોડાવ્યો હતો.

મને વધારે માર ન મારે તેથી બાઇક ત્યાં મુકી ત્યાંથી ભઠ્ઠામાં થઇ દોડાદોડ સદનાથ વાળી નહેરવાળા રસ્તે નીકળતાં ત્યાં ગામનાં ધમાભાઇ બુટાભાઇ રાઠોડનાં ખેતર પાસે પહોંચતા ત્યાં હીંમતભાઇ બહાદુરાભાઇ રાઠોડ, ગોપાલભાઇ દીલીપભાઇ રાઠોડ અને ઘનશ્યામભાઇ નારસંગભાઇ રાઠોડ ઉભા હતાં અને મને પાછળથી ગોપાલભાઈ દીલીપભાઇએ બથભરી પકડી રાખ્યો હતો અને ઘનશ્યામભાઇ નારસંગભાઇએ મારું માથું તથા મોઢું પકડી રાખ્યું હતું અને મને હીંમતભાઇ બહાદુરભાઇએ તેમના હાથમાં રહેલી બોટલમાંથી પ્રવાહી બળજબરીથી પીવડાવ્યું હતું.

આજે તને ઝેર આપી મારી નાખવાનો છે
કહેતાં હતાં કે આજે તને ઝેર પીવડાવીને મારી નાખવાનો છે તેમ કહી થોડી દવા મારા મોઢામાં નાખતા હું પી ગયો હતો. ત્રણેય જણા મને ત્યાં મુકી જો જીવતો રહીશ તો ફરી પણ તને દવા પીવડાવી મારી નાખવાનો છે તેમ કહી જતાં રહ્યા હતાં. હું ચાલતાં ચાલતાં ઘરે જઈને મેં મારા ઘરનાં સભ્યોને આ બાબતે જાણ કરતાં મારા ભત્રીજા યુવરાજસિંહએ 108 ને ફોન કરતાં બાવળાની 108 નાં પાયલોટ લાલજીભાઇ અને ઈ.એમ.ટી.૨વીભાઇ લાલકીયા ત૨ત જ ઘટના સ્થળે પહોંચી જઈને પ્રાથમિક સારવાર આપતાં - આપતાં ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલ ખાતે આઇ.સી.યુ.વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે .તેમણે બાવળા પોલીસમાં ચારેય વ્યકિત વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...