કાર્યક્રમ:બાવળામાં આમ આદમી પાર્ટી દ્વારા વીજળી‎ જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું‎

બાવળા‎3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકોથી હોલ ભરાઇ ગયો‎

બાવળામાં ધોળકા રોડ ઉપર આવેલા‎ શિવાભાઈ ભૂલાભાઈ કોમ્યુનિટી હોલમાં આમ‎ આદમી પાર્ટી દ્વારા વીજળી જનસંવાદ કાર્યક્રમનું‎ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે‎ આમ આદમી પાર્ટીનાં નેશનલ જોઈન્ટ જનરલ‎ સેક્રેટરી ઈશુદાન ગઢવી, રાજયનાં સંયુક્ત‎ સચીવ કમલેશભાઇ શાહ ( બાવળા), જિલ્લા‎ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા અને આમ આદમી‎ પાર્ટીનાં આગેવાનો, હોદ્દેદારો હાજર રહ્યા‎ હતાં. કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીનાં‎ કાર્યકર્તાઓ દ્વારા ઈશુદાન ગઢવી અને‎ મહેમાનોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું‎ હતું.

આ પ્રસંગે ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું‎ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક મોકો‎ આપો, અને આપ જો ગુજરાતમાં સત્તા ઉપર‎ આવશે તો દિલ્હી અને પંજાબની જેમ વીજળી‎ મફત આપવામાં આવશે.શિક્ષણમાં સુધારો‎ લાવવામાં આવશે. સરકારી સ્કુલો અને સરકારી‎ હોસ્પીટલોને સુધારીને સુવિધાયુક્ત બનાવવામાં‎ આવશે.

ખેડુતોનાં જે પ્રશ્નો છે તે પ્રશ્નોનો તરત‎ જ નિકાલ કરવામાં આવશે. આ જનસંવાદ‎ કાર્યક્રમમાં બાવળા શહેર અને તાલુકામાંથી‎ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતાં‎ હોલ ખીચોખીચ ભરાઇ ગયો હતો.હાલમાં‎ બાવળા પંથકમાં આમ આદમી પાર્ટી ધીમે ધીમે‎ મજબૂત બનતી જાય છે તેવું લાગી રહ્યું‎ છે.કાર્યક્રમનું સુંદર આયોજન જિલ્લા પ્રમુખ‎ કુલદીપસિહ વાધેલા, રીકીનભાઇ ઠક્કર‎ (બાવળા) અને બાવળા શહેર - તાલુકાનાં‎ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.‎

કાર્યક્રમમાં ખેડુતનાં ખીસ્સામાંથી‎ 1.60 લાખ રૂ. ચોરે સેરવી લીધા‎
આ કાર્યક્રમમાં બાવળા તાલુકાનાં કેશરડી (મૂળ સરલાનાં )ગામનાં‎ રહેવાસી રોહીતભાઇ જીવણભાઇ મેર‎ તેમણે થોડા સમય પહેલા‎ બાવળાનાં સોનીની દુકાને દાગીના કરાવ્યા હોવાથી તેને આપવા માટે‎ ઘરેથી 1,60,000 રૂપીયા ( બે હજાર રૂપીયાની નોટો) લઈને પેન્ટનાં‎ પાછળનાં ખીસ્સામાં મુક્યા હતાં.

અને તેઓ તેમનાં મિત્રો સાથે ગાડીમાં‎ બાવળા કાર્યક્રમમાં આવ્યા હતાં. સીધા ‎કાર્યક્રમમાં ગયા હતાં. તેઓ‎ કાર્યક્રમ પુરો થયા પછી હોલમાં રાત્રે 9 વાગે જમણવાર રાખ્યો હોવાથી‎ જમવા માટે લાઇનમાં ઉભા રહ્યા હતાં ત્યારે કોઈએ તેમનાં પેન્ટનાં‎ પાછળનાં ખીસ્સામેથી 1,60,000 રૂપીયા કાઢી લીધા હતાં. થોડીવાર પછી‎ તેમને ખીસ્સામાં જોયું તો રૂપીયા હતાં નહીં. જેથી તેમણે આજુબાજુમાં‎ તપાસ કરતાં મળી આવ્યા નહોતાં.જેથી તેમણે બાવળા પોલીસમાં ફરીયાદ‎ નોંધાવતાં બાવળા પોલીસે તપાસ હાથ ધરી છે.‎

અન્ય સમાચારો પણ છે...