તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ગાંગડ પાસે કારે બાઇકને ટક્કર મારતાં ગાંગડના યુવકનું મોત

બાવળાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાંગડના ભરવાડવાસમાં રહેતો યુવક બપોરે બાઇક લઇ બગોદરાથી ગાંગડ આવવા નીકળ્યો ત્યારે બનેલો બનાવ

બાવળા તાલુકાનાં ગાંગડ ગામની વ્યકિત બાઇક લઇને રોહીકા ચોકડીથી ગાંગડ આવી રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલી ગાડીના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતાં બાઇક ચાલક ગાંગડનાં યુવાનને ગંભીર ઇજા થતાં 108 ને ફોન કરતાં તે તરત જ આવી ગઈ હતી અને બગોદરા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગઈ હતી પરંતુ તેને સારવાર મળે તે પહેલા તેનું મોત થતાં બગોદરા પોલીસે ગાડી ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં ગાંગડ ગામમાં આવેલા ભરવાડવાસમાં રહેતાં ભવાનભાઇ ભીખાભાઇ મેવાડા (ભરવાડ) બાઇક લઇને બપોરના સમયે બગોદરામાં આવેલી રોહીકા ચોકડીથી ગાંગડ આવવા માટે નીકળ્યા હતાં.તેઓ ધોળકા - બગોદરા હાઇવે રોડ ઉપર આવેલી પ્રિન્સ કંપની પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે પાછળથી આવી રહેલી ગાડીનાં ચાલકે બાઇકની ઓવરટેક કરવા જતા બાઇકને પાછળથી ટક્કર મારતાં બાઇક ચાલક રોડ ઉપર પડયા હતાં.

આ અકસ્માત ગાંગડ ગામનાં બળદેવભાઇ સાર્દુલભાઇ મેવાડા ખેતરમાં ભેંસો ચરાવતાં હતાં અને જોઈ જતાં તેઓ દોડતો ત્યાં ગયા હતાં અને ત્યાં જઈને જોયું તો બાઇક ચાલક તેમનાં દાદાનો દિકરો ભવાનભાઇ હતો. કોઇએ 108 ની ઈમરજન્સી સેવાને ફોન કરતા તે તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને ઈજાગ્રસ્તને બગોદરા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતાં.પરંતુ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમનું મોત થયાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો