તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:એક્ટિવા સ્લીપ થતાં બાવળાના યુવકનું સારવારમાં મોત થયું

બાવળાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મકતસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મકતસવીર
 • યુવક પાલિકામાં સફાઇ કામદાર હતો આદરોડાથી આવતા સમયે ઘટના બની

બાવળામાં પુરબીયાવાસમાં રહેતો યુવાન એકટીવા લઈને આદરોડાથી બાવળા આવી રહ્યો હતો ત્યારે એકટીવા સ્લીપ થઇ જતાં શરીરે અને માથાનાં ભાગે ગંભીર ઇજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.સારવાર દરમ્યાન તેનું મોત થતાં બાવળા પોલીસે અકસ્માતને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બાવળામાં આવેલા પુરબીયા વાસમાં રહેતાં અરવિંદભાઈ ગોવિંદભાઇ પુરબીયા પાલિકામાં સફાઇ કામદાર તરીકે નોકરી કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતાં હતાં.

22 તારીખે સાંજના સમયે તે એકટીવા લઇને આદરોડાથી બાવળા આવી રહ્યા હતાં.અને કેનાલ પાસે પહોંચતાં કોઈ કારણસર એકટીવા સ્લીપ થઈ જતાં તેમને શરીરે અને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં કોઈએ 108 ને ફોન કરતાં તરત જ 108 ઘટના સ્થળે પહોંચી જઈને ઈજાગ્રસ્તને બાવળા સરકારી દવાખાને લાવ્યા હતાં. ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે સોલા સીવીલ લઇ ગયા હતાં.

અને વધુ સારવારની જરૂર જણાતાં અસારવા સીવીલમાં ટ્રોમાં સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતાં.જયાં તેઓનું સારવાર દરમ્યાન મોત થતાં તેમનાં ભાઇ અશોકભાઈ પુરબીયાએ બાવળા પોલીસમાં અકસ્માતની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો