તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બગોદરા-તારાપુર ચોકડી પર મોડી રાત્રે રોડ ક્રોસ કરતી મહિલા પર ડમ્પર ફરી વળતા મોત

બાવળા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીર સોમનાથ જિલ્લાના ઇશ્વરિયા ખાતે મજૂરી કામ પૂર્ણ કરી પરત વતન જવા માટે નીકળ્યો હતો ત્યારે બનેલો બનાવ, ફરાર ચાલકને પકડવા બગોદરા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
  • ભરૂચના આમોદનો પરિવાર ગીર સોમનાથમાં મજૂરી કામ માટે ગયો હતો

બગોદરા-તારાપુર ચોકડી ઉપર રાત્રે મહીલા રોડ ક્રોશ કરવા જઈ રહી હતી ત્યારે ડમ્પર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી તેમને ટક્કર મારીને પાડી દઈ તેના ઉપર ચડાવીને જતું રહેતાં મહિલાનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું છે. અકસ્માતની ફરિયાદ બગોદરા પોલીસને કરતાં બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશનું પી.એમ.કરાવીને નાશી છૂટેલા ડમ્પર ચાલકને પકડી પાડવાં ચક્રો ગતિમાન કર્યા છે.

ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં સરભન ગામમાં રહેતાં રાવજીભાઇ ચંદુભાઇ રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પંદર દિવસ પહેલા હું તથા મારી પત્ની તથા મારો નાનો દિકરો અને તેની પત્ની ગીર સોમનાથ જિલ્લાના ઇશ્વરીયા ગામના વિજયભાઇ નાથાભાઇને ત્યાં ખેતમજુરી કામે ગયા હતાં અને મજુરી કામ પુરુ થતા 5 તારીખે સવારના અગિયાર વાગે ચારેય જણા અમારા વતનમાં જવા માટે વાહનમાં બેસી જુનાગઢ આવ્યા હતાં અને ત્યાંથી આઇશરમાં બેસી લીંબડી થઇ બગોદરા તારાપુર ચોકડી ઉપર રાત્રે અઢી વાગ્યાની આસપાસ ઉતર્યા હતાં.

અમારે તારાપુર તરફ જવાનું હોય જેથી હું મારી સાથેનો સામાન લઇ રોડ ક્રોસ કરી તારાપુર રોડે સામાન મુકી પાછો આવતો હતો તે વખતે મારી પત્ની જડીબેન માથે પોટલું લઇ રોડ ક્રોસ કરવા જતી હતી. તે સમયે રાત્રે પોણા ત્રણ વાગે બગોદરા તરફથી એક પીળા કલરનું ડમ્પર ફુલ સ્પીડમાં આવીને ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ચલાવીને મારી પત્ની જડીબેનને ટકકર મારતા તે રોડ ઉપર પડી જતા તે ડમ્પરનું આગળ - પાછળનું ટાયર શરીર ઉપર ફરી વળ્યું હતું. અને ડમ્પર ચાલક ડમ્પર લઇ બાવળા તરફ નાસી ગયો હતો.

જડીબેનના શરીર ઉપર ડમ્પરનાં ટાયર ફરી વળતાં શરીર છુંદાઇ જતાં ઘટના સ્થળે જ તેમનું મોત થવા પામ્યું હતું. અકસ્માતની જાણ બગોદરા પોલીસ કરતાં તે ઘટના સ્થળે આવીને લાશને પી.એમ.માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી નાશી છૂટેલાં ડમ્પર ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, હાઇવે હોવાને કારણે વાહનચાલકો બેફામ બની વાહનો હંકારતા હોય છે. જેના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ત્યારે હિટ એન્ડ રન કરી ફરાર ચાલકને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...