તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ટ્રેક્ટરની ટોલીમાં પુળાની આડમાં લઈ જવાતી દારૂની 55 બોટલ ઝડપાઇ

બાવળા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2.48 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 3 બુટલેગરને ઝડપી લીધા

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમીનાં આધારે કેરાળા પાસેથી ટ્રેકટરની ટોલીમાં પૂળા નીચે સંતાડીને બગોદરા તરફ લઈ જવાતો 55 બોટલ વિદેશી દારૂની સાથે ટ્રેકટર, ટોલી, એક બાઇક અને મોબાઇલ મળી 2,48,500 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને ત્રણ બુટલેગરોને ઝડપી લઈ બાવળા પોલીસે જેલના સળીયા પાછળ ધકેલી દઇને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાં અને ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા છે. પુરજોશમાં ચૂંટણી પ્રચાર શરૂ પણ થઈ ગયો છે. ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે વિદેશી દારૂનું મોટાપાયે વિતરણ કરવામાં આવે છે. જેથી ચૂંટણી દરમ્યાન મોટાપાયે વિદેશી દારૂ ઉતારવામાં આવે છે. જેથી બાવળા પોલીસ વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે પી.આઇ. આર.ડી.સગર, કોન્સ્ટેલ મેરૂભા, પ્રવિણસિંહ,ધર્મેન્દ્રસિંહ, જ્યવીરસિંહ,અશોકસિંહ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે કેરાળા પાસે આવેલી હોટલ પાસે આવતા બાતમી મળી હતી કે બાવળા તરફથી એક વાદળી કલરનું સ્વરાજ ટ્રેકટરની ટોલીમાં જુવારના પુળાની નીચે વિદેશી દારૂ સંતાડીને બગોદરા તરફ જઇ રહ્યો છે અને ટ્રેક્ટરની આગળ બાઇક પાઇલોટિંગ કરે છે.

જે બાતમીનાં આધારે સહયોગ હોટલની બાજુમાં વોચમાં ગોઠવાઈ ગયા હતાં. થોડીવારમાં બાતમી મુજબનું બાઇક અને તેની પાછળ ટ્રેક્ટર નીકળતાં પોલીસે કોર્ડન કરીને બાઇક અને ટ્રેક્ટરને રોડની સાઇડમાં ઉભુ રખાવીને ટ્રેકટરની ટોલીમાં ભરેલા પૂળાની નીચેથી 55 બોટલ વિદેશી દારૂ મળી આવતાં પોલીસે રૂ.27,500નો વિદેશીદારૂ, રૂ.150000નું ટ્રેક્ટર, રૂ. 50000ની ટોલી, રૂ.20,000નું બાઈક, રૂ.1000નો મોબાઇલ મળી કુલ રૂ.2,48,500નો મુદ્દામાલ કબ્જે કરીને ભાસ્કરભાઇ ચંદુભાઇ સોલંકી (રહે. કલ્યાણપુરા, તા.ધોળકા), પ્રવિણભાઇ લખાભાઇ મકવાણા (રહે. કલ્યાણપુરા તા.ધોળકા)ને પકડી લઈને વિદેશી દારૂનો માલ કોની પાસેથી લાવ્યા હતાં તેવી પૂછપરછ કરતાં આ માલ બાવળાનાં મતીયાવાસમાં રહેતાં અલ્પેશજી દલપતજી ઠાકોર પાસેથી લાવ્યા હોવાનું જણાવતાં પોલીસે તેના ઘરે દરોડો પાડીને તેને ઘરેથી પકડી પાડીને ત્રણેયને જેલનાં સળીયા પાછળ ધકેલી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બાવળા પોલીસે વિદેશી દારૂ કોની પાસેથી લાવ્યો હતો તે જાણી લીધું પણ તે ક્યાં લઇ જવાનો હતો, કોને મંગાવ્યો હતો, કયાં આપવાનો હતો તે જાણી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો