શોર્ટસર્કીટ થતાં આગ:બાવળાનાં ૨જોડા પાટિયા પાસે ટ્રકમાં અચાનક આગ લાગી - કોઈ જાનહાનિ નહીં

બાવળા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાવળા તાલુકાનાં ભાયલા પાસે આવેલી એક ખાનગી કંપનીમાંથી ટ્રકમાં માલ ભરીને ટ્રક ચાલક અમદાવાદ ખાલી કરવા માટે રાત્રે ૨વાના થયો હતો.ટ્રક બાવળા પાસે આવેલા રજોડા ગામનાં પાટીયા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ટ્રકની કેબીનમાં શોર્ટસર્કીટ થતાં આગ લાગી હતી.જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

કેબીનમાં આગ લાગતાં જ ટ્રક ચાલક ટ્રકમાંથી નીચે ઉતરી ગયો હતો.આગ ટ્રકનાં આગળનાં બંન્ને ટાયર સુધી પહોંચતાં જ બંને ટાયર મોટા ધડાકા સાથે ફાટતાં હાઇ-વે ઉપરનાં વાહનોને રોકી દેવા પડ્યાં હતાં.જેથી થોડા સમય માટે ટ્રાફીક જામ થઇ જવા પામ્યો હતો.

આગ લાગ્યાની જાણ બાવળા નગરપાલીકાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં બાવળા ફાયર ટીમનાં શૈલેષભાઇ અને રણજીતભાઇ તરત જ ફાયર ફાઇટર લઈને ઘટના સ્થળે પહોંચી જઈને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.આગમાં ટ્રક ચાલકનો બચાવ થવા પામ્યો હતો.અને સદનશીબે બીજી કોઈ જાનહાની થવા પામી નહોતી.

અન્ય સમાચારો પણ છે...