રજૂઆત:બાવળાના રહીશોની ગટર અને રસ્તા બાબતે મામલતદારને રજૂઆત

બાવળાએક દિવસ પહેલા
  • કૉપી લિંક

બાવળા નગરપાલિકા હદ વિસ્તારમાં હાઇ-વે ઉપર આવેલા નવાપરા વિસ્તારમાં ગટરનાં પાણીનો નિકાલ બંધ થઇ ગયો છે. સાથે જ લોકોનો અવર-જવરનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. હાઇ-વે ઉપર ઓવરબ્રિજ બનતાં તેમજ તેની બાજુમાં અંડરગ્રાઉન્ડ ગટર અને સર્વિસ રોડ બનતાં આ વિસ્તારની ગટરનાં પાણી અને વરસાદી પાણીનો નિકાલ થતો હતો તે બંધ થઈ જવા પામ્યો છે. તેમજ લોકો માટે અવર-જવર માટેનો જે રસ્તો હતો તે પણ બંધ થઈ ગયો છે. આ બાબતે રહીશોએ અગાઉ નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી.

પરંતુ તેનો કોઈ નિકાલ નહીં થતાં ગટરનાં પાણી રોડ ઉપર આવી જતાં આ વિસ્તારનાં રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને રહીશોએ તેમની સમસ્યાને લઇને મામલતદાર કચેરીએ પહોંચીને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમ જ બાવળામાં જિલ્લા ભાજપ પ્રમુખ અને ભાજપનાં હોદ્દેદારોને પણ રજૂઆત કરતાં જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઇએ આ સમસ્યાનો નિકાલ અઠવાડિયામાં થઈ જશે તેવી ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...