તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:બાવળાના ગુંદાના પરા પાટિયા પાસેથી ટ્રકના ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે બાતમી આધારે બાવળા તાલુકાનાં બગોદરા પાસે આવેલા ગુંદાનાં પરા પાટીયા પાસેથી આયસર ગાડીનાં ચોર ખાનામાંથી 5,38,780 રૂપીયાની 1610 બોટલ વિદેશી દારૂ,5,00,000 રૂપીયાની આયસર, 1830 રૂપીયા રોકડા, 1500 રૂપીયાનો એક મોબાઇલ મળીને કુલ 10,42,110 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને એક બુટલેગરને પકડી લઇ તેને જેલના સળીયા પાછળ ધકેલી દઈ તેના વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ બગોદરા પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશી દારૂનું વેચાણ બંધ કરાવવા તેમજ હેરાફેરી અટકાવવા માટે અને બુટલેગરોને પકડી પાડવા જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમ પ્રેટ્રોલીંગ કરી રહી હતી અને તે ફરતા ફરતા બગોદરા- ધંધુકા હાઇ-વે રોડ ઉપર બાવળા તાલુકાનાં બગોદરા પાસે આવેલા ગુંદાના પરા પાટીયા પાસે પહોંચતાં આગળ જઈ રહેલા આયસર નંબર HR-55-AD-1588 માં વિદેશી દારૂ હોવાની શંકા જતાં તેને ગુંદાના પરા પાટીયા પાસે ઇન્ચાર્જ પી.આઇ.જે.એમ. પાવરા, વિપુલભાઇ, અજયભાઇ, બિરેન્દ્રસિહે ઉભી રખાવીને તપાસ કરતાં આયસર ગાડીમાં બનાવેલા ચોર ખાનામાંથી 1610 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી.

જેથી એલ.સી.બી.એ 5,38,780 રૂપીયાનો વિદેશી દારૂ,5,00,000 રૂપીયાની ગાડી, 1500 રૂપીયાનો મોબાઇલ અને 1830 રૂપીયા રોકડા મળી કુલ 10,42,110 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને ગાડી ચાલક બુટલેગર ૨ણબીરસીંગ મેહરસીંગ ઠાકુર (હરીયાણા) ને પકડી લઇને જેલના સળીયા પાછળ ધકેલી દઈને બગોદરા પોલીસમાં ગુનો નોંધી વિદેશી દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો અને કોની પાસેથી લાવ્યો હતો, કોને અને ક્યાં આપવાનો હતો તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...