શ્રીનંદ પાર્ક સોસાયટીમાં બની ઘટના:6 મહિના પહેલાં બીજા લગ્ન કરનારા બાવળાના આધેડે આડાસંબંધની શંકા અને મિલકતના ઝઘડામાં પત્નીની હત્યા કરીને ઝેર પી લીધું

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાવળામાં પતિએ પત્નીની હત્યા કર્યા પછી ઘરમાં જ આત્મહત્યા કરી લીધી. - Divya Bhaskar
બાવળામાં પતિએ પત્નીની હત્યા કર્યા પછી ઘરમાં જ આત્મહત્યા કરી લીધી.
  • બાવળાની શ્રીનંદ પાર્ક સોસાયટીમાં સોમવારે બનેલી ઘટના
  • પહેલી પત્નીનું માંદગી બાદ મૃત્યુ થતાં સંતાનોની સંભાળ રાખવા બીજા લગ્ન કર્યા હતા
  • પત્નીએ ઝઘડો કરીને કાઢી મૂકતાં બંને ઓરમાન પુત્ર નાનીના ઘરે રહેતા હતા
  • પત્નીની હત્યા કર્યા બાદ પતિ સાસુના ઉંબરે સુસાઇડ નોટ મૂકી આવ્યો હતો

બાવળાની શ્રીનંદ પાર્ક સોસાયટીમાં રહેતાં ૫તિ-પત્ની વચ્ચે મિલ્કત પચાવી પાડવાં અને પત્નીનાં આડા સંબંધ બાબતે બંને વચ્ચે ઝઘડા ચાલતાં હોવાથી ગઇ કાલે પતિએ પત્નીને ઘરમાં જ લાકડીના ધા મારીને હત્યા કરીને પોતે પણ કોઇ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ બાવળા પોલીસને થતાં બાવળા પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંનેની લાશને પી.એમ.માટે મોકલી આપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

6 મહિના પહેલાં ભાવનાબેન સાથે લગ્ન કર્યા હતા
બાવળામાં ગર્લ્સ સ્કૂલ ચોકડી પાસે આવેલી શ્રીનંદ પાર્ક સોસાયટીમાં 14 નંબરનાં મકાનમાં રહેતાં ગૌરાંગકુમાર જગમોહનદાસ મહંત (ઉ.વ.52) સાણંદ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. તેમનાં પત્નીનું એક વર્ષ પહેલા માંદગીમાં અવસાન થવા પામ્યું હતું તેમને 2 દીકરા છે. તેમણે 6 મહિના પહેલાં ભાવનગરમાં રહેતાં ભાવનાબેન સાથે લગ્ન કર્યા હતા.

પત્નીને માથામાં લાકડીના ઘા મારીને હત્યા કરી નાખી
આ બીજા લગ્ન પછી ભાવનાબેને ઝઘડો કરીને બંને દિકરાને કાઢી મુકતાં તેઓ બાવળામાં રહેતાં તેમનાં નાનીનાં ઘરે જતાં રહ્યા હતા. ભાવનાબેન ઘરે સાડીઓનો વેપાર કરતાં હતા. બંને પતિ - પત્ની વચ્ચે પત્નીને બીજા અન્ય પુરૂષ સાથે આડા સંબંધ હોવાથી તેમજ તેમની મિલ્કત બાબતે અવાર-નવાર ઝઘડા ચાલતા હતા. જેથી ગૌરાંગકુમારને લાગ્યું કે તે મારી બધી મિલ્કત લઈને ભાંગી જશે અને બીજા અન્ય કારણસર લાગી આવતાં તેમણે ઘરનાં બેડરૂમમાં જ તેમની પત્નીને માથામાં લાકડીના ધા મારીને હત્યા કરી નાંખી હતી.

પંખે લટકી જવા પ્રયત્ન કરતાં પંખો નીચે પડયો
​​​​​​​
તેમણે સુસાઇટ નોટ લખીને તેનાં દિકરાના ઘરના દરવાજા પાસે કવરમાં મુકીને ઘરે આવીને ઘરનાં દરવાજા બંધ કરીને પોતે પણ રસોડામાં જઈને કોઈ ઝેરી દવા પીને પંખે લટકી જવા પ્રયત્ન કરતાં પંખો નીચે પડયો હતો અને તેમણે પણ આત્મહત્યા કરી લીધી હતી. તેમનાં દિકરા ઘરના દરવાજા પાસેથી મળેલા કવર ખોલીને સુસાઇટ નોટ વાંચીને આધાત લાગ્યો હતો અને તરત જ તે સુસાઇટ નોટ લઇને બાવળા પોલીસ સ્ટેશને જઇને બતાવીને ઘટનાની જાણ કરી હતી.

પત્નીની બેડરૂમમાં લોહીથી લથપથ હાલતમાં લાશ પડી હતી
​​​​​​​
જેથી બાવળા પી.આઇ. આર.ડી.સગર, કોન્સ્ટેબલ હસમુખભાઈ, અશોકસિહ, અનિલભાઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી જઈને દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ તમામ દરવાજા અંદરથી બંધ હોવાથી દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો તો પત્નીની બેડરૂમમાં લોહીથી લથપથ હાલતમાં લાશ પડી હતી. અને પતિની રસોડામાં લાશ પડી હતી. જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરીને ગુનો નોંધી બંને લાશોને સરકારી દવાખાને પી.એમ.માટે મોકલીને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...