અકસ્માત:બાવળાના રામનગર પાસે રોડ ક્રોસ કરતી વ્યક્તિનું કારચાલકે ટક્કર મારતાં મોત

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરપ્રદેશથી મજૂરી કામ માટે આવેલા વ્યક્તિને બોટાદના કારચાલકે ટક્કર મારી

બાવળા તાલુકાનાં રામનગર નજીક આવેલી પ્રિસીઝન બેરિંગની કંપનીમાં રહેતાં પરમાત્મા દર્શન જાતે સિંહ ઉત્તર પ્રદેશથી પાંચેક દિવસથી ગુજરાતમાં મજુરી કામ અર્થે આવ્યા હતાં અને લીલી સિક્યુરીટી સર્વિસમાં સિકયુરીટી તરીકે નોકરી કરતાં હતાં.અને તે સમનગર નજીક આવેલી ગુજરાત એગ્રો કંપનીમાં સિકયુરીટી તરીકે નોકરી કરતાં હતાં.

તે સાંજના પોણા આઠ વાગ્યાની આસપાસ પ્રિસિઝન કંપની સામે ચાલતાં ચાલતાં રોડ ક્રોસ કરતાં હતાં ત્યારે કાર નંબર જી.જે. 33 એફ 4344નાં ચાલક તુષારભાઇ મનજીભાઇ સોલંકી, (રહેવાસી, જાળીલા તા.જી. બોટાદ)એ જોરદાર ટક્કર મારતાં તે હાઇ-વેની ધારમાં પટકાઇને પડતાં તેમને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું.

ત્યાંની કંપનીનાં સીક્યુરીટી ગાર્ડે તેમનાં સંબંધી કેરાળા જી.આઈ.ડી.સી.માં રહેતાં ક્રુષ્ણમુરાલી ગંગાપ્રસાદ સઇથવારને જાણ કરતાં તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચી જઇને લાશને બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી તેમણે બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...