તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પરિણીતાને ખેતરમાં ખેંચી જઇ આબરૂ લેવાનો પ્રયાસ કરનારો શખ્સ ઝડપાયો

બાવળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાવળા નજીકના જુવાલ ગામના ખેતરમાં બનાવ બન્યો હતો
  • ગામના શખ્સે હુ તો તારી પાછળ આવવાનો જ છું તેમ કહી ભાગ્યો હતો

બાવળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સાણંદ તાલુકામાં જુવાલ ગામમાં સંયુક્ત કુંટુંબમાં રહેતી પરણીતા બપોરના અગીયાર વાગ્યે તેના સસરા સાથે કાંકરીયુ નામથી ઓળખાતા ખેતરમાં ખેતી કામ માટે ગયા હતા. ખેતીકામ પુરૂં કરીને બપોરે અઢી વાગ્યે ખેતરથી કામ પતાવીને પરણીતા ઘરે આવવા માટે એકલી નીકળી હતી.ત્યારે ગામનો પ્રવિણ ઉર્ફે પદી ધીરૂભાઇ કોળી પટેલ બાઇક લઇને આવ્યો હતો અને કહ્યું કે તું ઉભી રહે તારૂં કામ છે. તારી સાથે મારે સંબંધ રાખવો છે અને જો તું મારી સાથે સબંધ નહી રાખે તો હું તારા પતિને તારી ખોટી વાત કરીને હેરાન પરેશાન કરીશ.

જો તું મારી સાથે સબંધ નહી રાખે તો હું તને જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપીને પરણીતાનો હાથ પકડીને ખેતરમાં લઇ જવાનો પ્રયત્ન કરતાં તેણે હાથ છોડાવીને ત્યાંથી દોડીને ભાગીને ગામમાં આવી ગઇ હતી.અને પ્રવિણ પણ પાછળ પાછળ આવ્યો હતો અને ગામ નજીક આવતાં કહ્યું કે મારો શોખ પુરો કરી દેજે અને તારે જેને કેવું હોય તેને કેજે પણ હું તારી પાછળ તો આવવાનો જ તેમ કહીને બાઇક લઇને ભાગી ગયો હતો. જેથી પરણીતાએ બાવળા પોલીસમાં પ્રવિણ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

કોન્સ્ટેબલ ભગીરથસિહ ઝાલાએ તેના ઘરે અને તેના સગા-સબંધીનાં ઘરે તપાસ કરતાં તે ક્યાંય મળી આવ્યો નહોતો. ત્યારે ભગીરથસિહને બાતમી મળી હતી કે પ્રવિણ બાવળામાં સાણંદ ચોકડી ઉપર આવવાનો છે જેથી કોન્સ્ટેબલ ભગીરથસિહ, હસમુખભાઇ સાણંદ ચોકડી ઉપર વોચમાં ગોઠવાઇ ગયા હતાં.અને થોડીવાર પછી ત્યાં પ્રવિણ આવતાં તેને દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...