તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાવળા તાલુકાની કેરાળા જી.આઇ.ડી. સી.માં આવેલી પનારા લેમિનેટ (સનમાઇકા) બનાવવાની ખાનગી કંપનીમાં કોઈ કારણસર આગ લાગી હતી. આગ લાગતાં કંપનીમાં ફાયર સેફ્ટીનાં કોઈ સાધનો નહીં હોવાથી કંપનીમાં કામ કરતાં કર્મચારીઓએ પાણી નાંખીને આગને ઓલવવા જતાં ગીરીશભાઇ હીરાભાઇ ગોહિલ, ભોલાસિંગ જસવંતસિંગ અને પપ્પુસિંગ ગોવિદસિંગ રાજપુત ગંભીર રીતે દાઝી ગયા હતાં.
આ ઘટનાની જાણ 108 ઈમરજન્સીને કરતાં 108 ઘટના સ્થળે પહોંચતા દાઝી ગયેલી ત્રણેય વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપીને બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવ્યા હતાં. ત્યાં ડો.રૂદ્રદત્તસિહ વાઘેલાએ સારવાર કરી વધુ દાઝી ગયા હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ મોકલી આપ્યા હતાં. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પંરુત સદ્્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.