તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બગોદરામાંથી ઓમ હોસ્પિટલમાં ડિગ્રી વગરનો ડોક્ટર પકડાયો

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલોપેથિક દવાઓ તથા મેડિકલના સાધનો મળી કુલ 29,797 રૂપિયાના મુદ્દામાલ સાથે SOGએ ઝડપી લીધો

જીલ્લામાં અનેક ડીગ્રી વગરનાં ડોક્ટરો આરોગ્ય વિભાગનાં અધિકારીઓનાં મેળાપીણાંથી દવાખાના ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.આરોગ્ય અધિકારીની રહેમ નજર કહો કે પછી નક્કી કરેલાં રૂપીયાનાં સેટીંગ થી આવા ડોકટરો પોતાનાં દવાખાના ખુલ્લેઆમ ચલાવી રહ્યા છે.જેથી અમદાવાદ ગ્રામ્ય પોલીસ મહાનિરીક્ષક વિ.ચંદ્રશેખર અને જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે જીલ્લામાં ડીગ્રી વગરના બોગસ ડોકટરોને પકડી પાડીને કાયદેસર કાર્યવાહી કરવા માટે એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. એમ.જી.પરમારને સુચના આપી હતી.

જેથી તેમણે તેમની ટીમને કામે લગાડી હતી.જેથી એસ.ઓ.જી.નાં કોન્સ્ટેબલ સહદેવસિંહ વાળાને બાતમી મળી હતી કે બગોદરા ગામમાં હોટલફળી વિસ્તારમાં વિક્રમભાઇ શીવુભાઇ મકવાણાની દુકાન ભાડે રાખી ઓમ ક્લિનીક દવાખાનામાં ડીગ્રી વગરનો ડોક્ટર દવાખાનું ચલાવી રહ્યો છે.

જે બાતમીનાં આધારે એસ.ઓ.જી.નાં ઇન્ચાર્જ પી.આઇ. એમ.જી.પરમાર, પી.એસ.આઈ. એન.એલ.દેસાઇ, એ.એસ.આઇ.બળદેવભાઇ, કોન્સ્ટેબલ ભરતસિંહ, મહેશભાઇ, સહદેવસિંહ, ઘનશ્યામસિંહ એ બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં ગેરકાયદે રીતે એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસ કરી ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપતાં રમેશગીરી કેશરગીરી ગૌસ્વામી (રહેવાસી,બજારફળી,બગોદરા)ને જુદી - જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડીકલના સાધનો મળી કુલ 29,797 રૂપીયાના મુદ્દામાલ સાથે પકડી લઈને તેના વિરૂધ્ધ બગોદરા પોલીસમાં ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટીસ એક્ટ મુજબ ગુનો નોંધી જેલના સળીયા પાછળ ધકેલી દઈ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...