કાર્યવાહી:બાવળામાં ટ્રાફિકને અડચણરૂપ 4 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો

બાવળા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ પર લારીઓ ઊભી રાખી ટ્રાફિક કરતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી

બાવળા નગરપાલિકા હદ વિસ્તારમાં મુખ્ય રોડ-૨સ્તા ઉપર શટલ રીક્ષાઓ, લારી-ગલ્લાવાળાઓ ઉભા રાખીને ટ્રાફીકને અડચણ થાય તે રીતે ઉભા રાખીને ઉભા રહે છે. જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. તેમને અવર-જવરમાં ભારે તકલીફ પડી રહી છે.ત્યારે બાવળા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાવળામાં આવેલી સાણંદ ચોકડી પાસે પહોંચતાં ત્યાં ટ્રાફીકને અડચણ થાય તે રીતે યુસુફ નિશારઅહેમદ અંસારી (ધોળકા) એ મરધીની લારી રાખી મરધીનું વેચાણ કરી રહ્યો છે.

તેમજ છોટુ ઓમપ્રકાસ ઠડેરી (ધોળકા) એ કટલરીની લારી ઉભી રાખીને ટ્રાફીકને અડચણ થાય તેમ ધંધો કરતાં હતાં. તેમજ આ.કે.સર્કલ નજીક ગણેશ રધુભાઇ ભરવાડ (જુવાલ) એ શેરડીનાં ૨સની લારી ટ્રાફીકને અડચણ થાય તેમ ઉભી રાખી હતી. તેમજ રૂપાલ ચોકડી પાસે મોહંમદ રફીક એહમદનુર ઉસ્માન શેખ પાન પાર્લર આગળ રોડ ઉપર વાહનો પાર્ક કરાવીને ટ્રાફીકને અડચણ થાય તેમ ધંધો કરતાં પોલીસે કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...