તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ગાંગડ ગામની પરીણિતા પર પિતરાઈ ભાઈએ ધમકી આપી બળાત્કાર ગુજાર્યો

બાવળા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીડિત પરીણિતાએ બગોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • પૂર્વ પ્રેમીએ ફોન કરીને શારીરિક સંબંધ નહીં બાંધે તો બદનામ કરવાની અને છોકરાઓનું અપહરણ કરાવાની અને પતિને મારી નખાવવાની ધમકી આપી બળાત્કાર કર્યો હતો

લગ્ન પહેલાં સગા મોટા બાપાના દીકરા સાથે પ્રેમસંબંધ રાખવાનું ગાંગડ ગામની પરીણિતાને ભારે પડ્યું હતું. પિતરાઈ ભાઈ લગ્ન પછી પણ બદનામ કરવાની અને મારી નાખવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજારતો હોવાથી ત્રસ્ત પરીણિતાએ બાવળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર લગ્ન પહેલાં તેને સાકોદરા રહેતા પિતરાઈ ભાઈ સાથે પ્રેમસંબંધ હતો. વર્ષ 2009માં ગાંગડ ગામમાં તેનાં લગ્ન થતાં તેણે તમામ સંબંધો પૂર્ણ કરી દીધાં હતાં. ત્યાર પછી તે પતિ સાથે પિયરમાં આવતી હોવાથી તેનો ભાઈ તેના પતિના મોબાઇલ ઉપર ફોન કરતો હોવાથી તે ફરીથી તેના સંપર્કમાં આવી હતી. અવારનવાર તે પ્રેમસંબંધ બાંધવા કહેતો હતો.

2 મહિના પહેલાં ઑફિસના કામે તાલુકા પંચાયત જઈ રહેલી પરીણિતાને તેના પૂર્વ પ્રેમીએ ફોન કરીને શારીરિક સંબંધ નહીં બાંધે તો બદનામ કરવાની અને છોકરાઓનું અપહરણ કરાવવાની અને પતિને મારી નખાવવાની ધમકી આપીને રૂપાલ ચોકડી પાસેના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો. તેણે પરીણિતાની સાસરીમાં પણ બળાત્કાર ગુજાર્યો હતો. તે અવારનવાર રૂપિયાની માગણી કરતો હતો જેથી તે પગારમાંથી આપતી હતી. અઢી વર્ષ પહેલાં અમિતે રૂપિયાની માગણી કરી હતી. અને નહીં આપે તો બદનામ કરી દઈશ તેવી ધમકી આપતાં તેણે સોનાનું બાજુબંધ અને સોનાનો માંગટીકો બૅન્કમાં મૂકી રૂ. 45000ની ગોલ્ડ લોન લઈ તેને આપ્યા હતાં.

તે ફોન કરીને મેસેજ અને ફોન કરી સંબંધ બાંધવાનું કહેતો હતો. મારા પતિના મોબાઇલ ઉપર પણ ફોન કરીને અમારા પ્રેમ સંબંધની વાત કરતો હતો. જેથી મારા પતિ સાથે પણ મારે મનદુ:ખ થયું હતું. જેથી મેં આ બાબતની જાણ મારા જેઠાણીને કરી હતી. છતાં તેના વર્તનમાં કોઈ ફેર પડયો નહોતો આખરે કંટાળી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...