ધરપકડ:રૂપાલ ગામની સીમમાં બાવળની ઝાડીમાંથી દારૂ સાથે બુટલેગર ઝબ્બે

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો, એલસીબીએ વિદેશી દારૂની 72 બોટલ સાથે 22 હજારનો મુદ્દમાલ જપ્ત કર્યો, પોલીસે વધુ તપાસ શરૂ કરી

બાવળા તાલુકાનાં રૂપાલ ગામની સીમમાં બાવળની ઝાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડીને બુટલેગર તેનું વેચાણ કરી રહ્યો છે તેવી બાતમી એલ.સી.બી.ને મળતાં એલ.સી.બી.ની ટીમે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડીને 30 બોટલ વિદેશી દારૂની અને 72 નંગ બીયરનાં ટીન મળી 22,200 રૂપીયાનો મુદામાલ ઝડપી લઇ એક બુટલેગરને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દઇને એક બુટલેગરને વોન્ટેડ જાહેર કરી પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવાળીના તહેવારોની શરૂઆત થઇ ગઇ છે અને તેને અનુલક્ષીને અમદાવાદ વિભાગનાં પોલીસ મહાનિરીક્ષક વી.યન્દ્રશેખરે જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવને ખાસ એક્શન પ્લાન બનાવી પ્રોહિબિશન અંગે કામગીરી કરવા માટે સુચના આપી હતી.જેથી જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના પોલીસ અધિકારીઓને આ બાબતે કાર્યવાહી કરવા સુચના આપી હતી. જેથી એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી ગોહિલે તેમની ટીમનાં બાતમીદારો કાર્યરત કર્યા હતાં. તેના ફળ સ્વરૂપે કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકીને બાતમી મળી હતી કે બાવળાનાં મતીયાવાસમાં રહેતો ભાવેશ ઉર્ફે ચીરાગ ઉર્ફે ગટો દિલીપભાઇ ઉર્ફે દીપાજી ઠાકોર હાલ ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો બાવળા બગોદરા હાઇ વે રોડ ઉપર આવેલા બાવળા ધર્માદા સંસ્થાની જમીનથી આગળ રૂપાલ ગામની સીમમાં આવેલી પડતર જમીનમાં બાવળની ઝાડીમાં સંતાડીને વેચાણ કરી રહ્યો છે.

જેથી એલ.સી.બી.પી.આઈ. એચ.બી ગોહિલ, પી.એસ.આઇ. જી.એમ પાવરા,આર.જી ચૌહાણ, જે.યુ કલોતરા, એસ.એસ નાયર, એ.એસ.આઇ વિજયસિંહ મસાણી, કોન્સ્ટેબલ દિલીપસિંહ પરમાર, હરદીપસિંહ વાળા, મહેન્દ્રસિંહ સોલંકી, ખુમાનસિંહ સોલંકી, વિશાલકુમાર સોલંકી એ બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં બાવળની ઝાડીમાંથી 15,000 રૂપીયાની 30 બોટલ વિદેશી દારૂ, 7200 રૂપીયાનાં 72 નંગ બીયરનાં ટીન, 5500 રૂપીયાનાં 2 મોબાઇલ મળી કુલ 27,700 રૂપીયાનો મુદામાલ મળી આવતાં તેને જપ્ત કરીને ભાવેશ ઉર્ફે ચીરાગ ઉર્ફે ગટો દિલીપભાઇ ઉર્ફે દીપાજી ઠાકોરને ઝડપી પાડી જેલનાં સળીયા પાછળ ધકેલી દઈ તેમજ ટીનાભાઇ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...