તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ ડોક્ટર:બંગાળથી આવી કેશરડીમાં દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી દવાખાનું ચલાવતો હતો
  • ધર્માદાની દુકાનમાં શુભમ ક્લિનિક નામે પ્રેક્ટિસ કરતા ડિગ્રી વગરના ડોક્ટરને એસઓજીએ ઝડપ્યો

જિલ્લામાં અનેક ડિગ્રી વગરનાં ડોક્ટરો આરોગ્ય વિભાગનાં અધિકારીઓનાં રહેમનજર અને મેળાપીણાંથી દવાખાના ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. જેથી જીલ્લામાં ડીગ્રી વગરના બોગસ ડોકટરોને પકડી પાડીને કાયદેસર કાર્યવાહી કરવા માટે એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. એમ.જી.પરમારને સુચના આપી હતી.

જેથી તેમણે તેમની ટીમને કામે લગાડી હતી.જેથી એસ.ઓ.જી.નાં એ.એસ.આઈ.બળદેવભાઇ દેસાઇને બાતમી મળી હતી કે બાવળા તાલુકાનાં કેશરડી ગામમાં ધર્માદાની દુકાનમાં શુભમ કલીનીક દવાખાનામાં ડીગ્રી વગરનો ડોક્ટર દવાખાનું ચલાવી રહ્યો છે.જે બાતમીનાં આધારે એસ.ઓ.જી.નાં ઇન્ચાર્જ પી.આઇ. એમ.જી.પરમાર, પી.એસ.આઈ. એન.એલ.દેસાઇ, એ.એસ.આઇ. બળદેવભાઇ, કોન્સ્ટેબલ ભરતસિંહ, સહદેવસિંહ, ઘનશ્યામસિંહ, ત્રીલોકકુમારએ બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસ કરી ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપતાં કમલભાઇ શરતભાઇ બાલા (હાલ રહેવાસી, કેશરડી, મૂળ રહેવાસી, વેસ્ટ બંગાળ )ને દવાઓ તથા મેડીકલના સાધનો મળી કુલ 19129 રૂપીયાના મુદ્દામાલ સાથે પકડી લઈને તેના વિરૂધ્ધ બાવળા પોલીસમાં ગુનો નોંધી જેલના સળીયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...