રેસ્ક્યું:ભમાસરા ગામના ખેતરમાં 7 ફૂટ લાંબો અજગર નીકળતાં ખેડૂતોમાં ફફડાટ

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લાંબા અજગરને પકડી સલામત જગ્યાએ છોડી દેવાયો હતો. - Divya Bhaskar
લાંબા અજગરને પકડી સલામત જગ્યાએ છોડી દેવાયો હતો.
  • ગામના સરપંચે વનવિભાગને જાણ કરતાં રેસ્ક્યું ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇને અજગરને ભારે જહેમત બાદ પકડી કુદરતી વાતાવરણમાં મુક્ત કરાયો હતો

બાવળા તાલુકાના ભમાસરા ગામના અગરસંગભાઈ ગાંડાભાઈ રાઠોડના ખેતરમાં આવેલા કૂવામાં આશરે 7 થી 9 ફૂટનો અજગર જોવા મળ્યો હતો.

ભમાસરા ગામના સરપંચ બળદેવભાઇએ બાવળા વન વિભાગને જાણ કરતાં બાવળા આર.એફ.ઓ.નટુભાઇ મકવાણા, ભુપેન્દ્રસિંહ વાધેલા, રેસ્કયુ ટીમનાં નિલેશભાઇ શ્રીમાળી અને નિરંજનભાઈ વગેરેની ટીમ સ્થળ પર પહોંચી જઈને અજગરને ભારે જહેમત બાદ પકડી લઈ કુદરતી વાતાવરણમાં છોડી મુકતા ગામ લોકોએ રાહતનો દમ લીધો હતો.આમ એક જ અઠવાડિયામાં તાલુકામાં બે વાર અજગર મળી આવતા ખેડૂતોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...