તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બગોદરા-વટામણ રોડ પર કન્ટેનરમાંથી વિદેશી દારૂની 9000 બોટલ જપ્ત કરાઇ

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. - Divya Bhaskar
પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો.
  • રાજસ્થાનથી કન્ટેનરમાં બોક્સમાં છુપાવી દારૂ લવાતો હતો, 1 રાજસ્થાનીની ધરપકડ

બાવળા તાલુકાનાં બગોદરામાં આવેલા વટામણ હાઇ-વે ઉપરથી એલ.સી.બી.ની ટીમે બાતમી મુજબ કન્ટેનરમાં બોક્ષમાં સંતાડેલી 9000 નંગ વિદેશી દારૂની બોટલ (750 પેટી) જેની કિંમત 37,23,000 રૂપીયાનો મોટો મળી આવતાં 43,35,500 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને કન્ટેનર ચાલકને પકડી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દઈને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ સંદત્તર નેસ્તનાબુદ કરવાના અને દારૂબંધીની કડક અમલ થાય તે માટે અમદાવાદ રેન્જ પોલીસ મહાનિરીક્ષક વી.ચંન્દ્રશેખરે જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવને સૂચના આપી હતી.

જેથી જીલ્લા પોલીસ વડાએ ખાસ એકશન પ્લાન બનાવી વ્યુહાત્મક જગ્યાએ નાકાબંધી અને અસરકારક વાહન ચેકીગ કરીને પરીણામ લક્ષી કામગીરી કરવા જીલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ સૂચના આપી હતી.જેના ભાગરૂપે એલ. સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર જી.એમ.પાવરા, પી.એસ.આઈ. આર.એસ.શેલાણા, એસ.એસ.નાયર અને એલ.સી.બી.ની ટીમે બાતમીદારોને કામે લગાડયા હતાં.જેથી કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા અને જયદીપસિંહ પઢીયારને બાતમી મળી હતી કે રાજસ્થાનથી કન્ટેનર નંબર RJ - 01 GA- 3006માં વિદેશી દારૂનો મોટો જથ્થો બગોદરા તરફ આવી રહ્યો છે.

જે બાતમીના આધારે બાવળા તાલુકાનાં વટામણ - બગોદરા હાઇ-વે ઉપર આવેલી ફાઉન્ટન હોટલની સામે રોડ ઉપર એલ.સી.બી ઇન્ચાર્જ પી.આઇ. જી.એમ. પાવરા, પી.એસ.આઈ. આર.એસ.શેલાણા, એસ.એસ.નાયર, કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, દિલીપસિંહ પરમાર, વિપુલભાઇ પટેલ, જયદીપસિંહ પઢીયાર, અજયભાઇ બોળીયા, ખુમાનસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ સોલંકી, હરપાલસિંહ સોલંકી વોચમાં ગોઠવાઈ ગયા હતાં. બાતમી મુજબનું કંન્ટેઇનર નીકળતાં તેને ઉભુ રખાવીને તપાસ કરતાં કન્ટેનરમાંથી બોક્ષમાંથી 9000 નંગ વિદેશી દારૂની બોટલો (750 પેટી ) મળી આવી હતી.

જેથી એલ.સી.બી.એ કન્ટેનર ચાલક રવિ બિહારીલાલ સોની, (રહે, હનુમાનગઢ રાજસ્થાન)ને ઝડપી લઇને 37,23,000 રૂપીયાનો વિદેશી દારૂ, 5500 રૂપીયાનાં 2 મોબાઇલ ફોન,9000 રૂપીયા રોકડા, 5,00,000 રૂપીયાનું ટ્રેલર, 1,00,000 રૂપીયાનાં કન્ટેનર નંગ-2 મળી કુલ 43,35,500 રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા ચાલકને જેલના સળીયા પાછળ ધકેલી દઈને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કયા પંહોચાડવાનો હતો અને અન્ય કોણ કોણ સંડોવાયેલા છે.

તેની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ પણ પોલીસ દ્વારા હાઇવે ઉપર પેટ્રોલિંગ કરીને વિદેશી દારૂનો ઝડપી લેવામાં આવ્યો હતો. આથી દારૂની હેરફેર કરતા લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...