તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાવળાના મકાનમાંથી 9 જુગારી 2.72 લાખના મુદામાલ સાથે ઝડપાયા

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ કરેલી કાર્યવાહીમાં 5 મોબાઇલ, 5 બાઇક અને રોકડા 63 હજાર કબજે લેવાયા, પોલીસ કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો

બાવળામાં આવેલી સોસાયટીનાં મકાનમાં બીજા માળે મોટાં પાયે જુગાર રમાઇ રહ્યો છે તેવી બાતમીનાં આધારે એલ.સી.બી.એ દરોડો પાડીને જુગાર રમતાં 9 જુગારીઓને 99,100 રૂપીયા રોકડા,63,000 રૂપીયાનાં 5 મોબાઈલ અને 1,10,000 રૂપીયાનાં 5 બાઇક મળી કુલ 2,72,100 રૂપિયાનાં મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે જિલ્લાના અધિકારીને સુચના આપી હતી.તેના ભાગરૂપે એલ.સી.બી.ટીમે બાતમીદારો કાર્યરત કર્યા હતાં.તેના ફળ સ્વરૂપે કોન્સ્ટેબલ દિલિપસિહ અને ખુમાનસિહને બાતમી મળી હતી કે બાવળામાં આવેલી હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતાં કેયુર પટેલનાં મકાનમાં બીજા માળે રૂમમાં મોટા પાયે જુગાર રમાઇ રહ્યા છે.જે બાતમીનાં આધારે બાવળા પોલીસને અંધારામાં રાખીને એલ.સી.બી.ની ટીમે બાતમી મુજબની જગ્યાએ એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. જી.એમ.પાવરા, પી.એસ.આઇ. આર.જી. ચૌહાણ,જે.વી.કલોતરા, એસ.એસ નાયર, કોન્સ્ટેબલ દિલીપસિંહ, હરદીપસિંહ, મહેન્દ્રસિંહ, રઘુવીરસિંહ, વિશાલભાઇ, ખુમાનસિહે દરોડો પાડતાં 9 જુગારીઓને જુગાર રમતાં ઝડપી પાડીને જુગારીઓ પાસેથી 99,100 રૂપીયા રોકડા,63,000 રૂપીયાનાં 5 મોબાઈલ અને 1,10,000 રૂપીયાનાં 5 બાઇક મળી કુલ 2,72,100 રૂપિયાનાં મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા જુગારીઓમાં કેયુર નરેન્દ્રભાઇ દેસાઇ (બાવળા), પ્રવિણ રઘુભાઇ કોળી પટેલ (બાવળા), અશ્વિન ભરતભાઇ પારેખ (બાવળા), નિલેષ ઉમેશભાઇ ઠકકર (બાવળા), દર્શન કમલેશભાઇ સોની ( આનંદબાગ સોસાયટી,બાવળા) હર્ષિન રમેશભાઇ સોની (રાબડીયાનો ટેકરો,બાવળા), વિપુલ શંભુભાઇ પારેખ (બ્રાહ્મણવાડી પાસે,બાવળા), હર્ષદ હરિભાઇ ચાવડા ( સેટેલાઇટ પાર્ક સોસાયટી, બાવળા), કેજલ રમણભાઈ પટેલ (ચોરાપા,બાવળા) નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...