તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડો:બાવળામાંથી 9 જુગારીઓ 21 હજાર સાથે જુગાર રમતાં ઝબ્બે

બાવળા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને આવતા જોઇ જુગારીઓમાં નાસભાગ મચી પોલીસે કોર્ડન કરીને 9ને પકડ્યા, બાકીના ભાગી ગયા

બાવળા પોલીસે બાતમી આધારે બાવળા માં આવેલી નિલકંઠ રેસીડેન્સીમાં નીચેના ભાગે ખુલ્લામાં જુગાર રમતાં 9 જુગારીઓને 21,090 રૂપીયા રોકડા રૂપીયાનાં સાથે પકડી પાડીને જેલનાં સળીયા પાછળ ધકેલી દઇને જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળા શહેર અને તાલુકામાં ખુલ્લેઆમ જુગારધામો ધમધમી રહ્યા છે.ત્યારે બાવળા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી અને તે ગર્લ્સ સ્કુલ ચોકડી પાસે પહોંચતાં તેમને બાતમી મળી હતી કે નિલકંઠ રેસીડેન્સીમાં નીચેના ભાગે ખુલ્લામાં કેટલાક જુગારીઓ તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.

જે બાતમીનાં આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં કેટલાક જુગારીઓ ગોળ કુંડાળું વળીને જુગાર રમતાં હતાં.જેથી પોલીસને જોઇને જુગારીઓ ભાગવા લાગ્યા હતાં.જેથી જુગારીઓ ભાગવા જતાં પોલીસે કોર્ડન કરીને 9 જુગારીઓને પકડી પાડીને તેમની પાસેથી કુલ 19,080 રૂપીયા રોકડા,2,010 રૂપીયા દાવ ઉપરથી મળી આવતાં કુલ કુલ 21,090 રૂપીયા જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દઈને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા જુગારીઓમાં દશરથ કનુભાઇ ઠાકોર (,નિલકંઠ રેસીડેન્સી), સંજય નરેશભાઇ પંચાલ (,સહજાનંદ ગેલેક્ષી), નિ્કુલ ભોગીલાલ પટેલ (,સહજાનંદ ગેલેક્ષી), પંકજ મનુભાઇ સોલંકી (,નિલકંઠ રેસીડેન્સી), સંજય અરજણભાઇ ઠાકોર (રાશમ), મનુ ભઇલાલભાઇ સોલંકી (નિલકંઠ રેસીડેન્સી), મેહુલ અશ્ચિનભાઇ ઠક્કર (નિલકંઠ રેસીડેન્સી), સહદેવ કરશનભાઇ સોલંકી (નિલકંઠ રેસીડેન્સી), હરેશ બાબુભાઇ ચોહાણનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...