કાર્યવાહી:બગોદરા હાઇવે પાસેથી કતલખાને લઇ જવાતી 9 ભેંસને બચાવાઇ

બાવળા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌરક્ષકોએ 2 આરોપીને ઝડપી લઇ બગોદરા પોલીસને સોંપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી

બગોદરા-તારાપુર ત્રણ રસ્તા પાસેથી ટ્રકમાં 9 ભેંસોને કુરતા પૂર્વક ટુકા દોરાડની ખીચોખીચ બાંધીને ધાસચારા કે પાણીની સગવડ વગર રાત્રે કતલખાને લઇ જતાં હતાં ત્યારે ગૌ-૨ક્ષકોએ પકડી પાડીને બે વ્યકિતને પકડી લઇને બગોદરા પોલીસને સોંપતાં બગોદરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ધોળકા તાલુકાનાં ભુરખી ગામમાં રહેતાં રાહુલભાઇ કુંડાભાઇ અલગોતરે બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તે અખિલ વિશ્વ ગૌ - સંવર્ધન પરીસદ (દીલ્હી) નિરાધાર ગૌ રક્ષણ સંવર્ધન ટ્રસ્ટ મોરબીની ગૌ રક્ષક સંસ્થામાં જીલ્લા પ્રમુખ તરીકે સેવા આપું છું. રાત્રીના હું તથા મારી સાથેના ગૌ રક્ષક મહેશભાઇ ઝાલાભાઇ અલગોતર, વિજયભાઇ રાઘુભાઇ મીર, ભરતભાઇ રણછોડાભાઇ અલગોતર, પરબતભાઇ લક્ષ્મણભાઇ ચાવડા બગોદરા તારાપુર ત્રણ ૨સ્તા નજીક હોટલે ત્યાંથી પસાર થતાં વાહનોમાં પશુઓની હેરાફેરી થતાં વાહનોની વોચમાં બેઠા હતાં.

રાત્રો દોઢ વાગે લીંબડી તરફથી ટ્રક આવીને તારાપુર તરફ જતા રસ્તે વળતાં ટ્રકનાં પાછળ લાકડાનાં પાટીયા લગાવ્યા હોવાથી તે ગાડીના પાછળના ભાગે ટોર્ચ બેટરી મારતાં તેમાં પશુઓ ભરેલા હોવાનું જણાતાં અમે બાઇકો લઇ તે ટ્રકનો પીછો કરી તેની આગળ જઇ ટ્રકને રોકાવી સાઇડમાં કરાવીને ટ્રક નંબરમાં બોડીના પાછળના ભાગે લગાવેલા લાકડાનાં પાટીયા હટાવીને તપાસ કરતાં તેમાંથી 9 ભેંસો ભરેલી હતી અને તેને કતલખાને લઇ જતાં હોવાથી ટ્રકને બગોદરા પોલીસ સ્ટેશને લઇ જઇને ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે કુલ 5,90,000 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને ટ્રક ડ્રાઇવર દીલીપભાઇ પરમાર અને ક્લીનર કાનાભાઇ સિંધવને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...