તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રૂપાલમાંથી 7 જુગારીઓને 7320 સાથે ઝડપી લેવાયા

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને જોઇ જુગારીઓમાં દોડધામ મચી, તમામને પકડી લઇ કાર્યવાહી

બાવળા પોલીસે બાતમી આધારે બાવળા તાલુકાનાં રૂપાલ ગામમાં આવેલા બસ સ્ટેશન પાછળ ખુલ્લામાં જુગાર રમતાં 7 જુગારીઓને 7320 રૂપીયા રોકડા સાથે પકડી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે રૂપાલ ગામમાં આવેલા બસ સ્ટેશન પાછળ ખુલ્લામાં કેટલાક જુગારીઓ જુગાર રમી રહ્યા છે.જે બાતમીનાં આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં કેટલાક જુગારીઓ ગોળ કુંડાળું વળીને જુગાર રમતાં હતાં.જેથી પોલીસને જોઇને જુગારીઓ નાસવા લાગ્યા હતાં. જેથી જુગારીઓ ભાગવા જતાં પોલીસે કોર્ડન કરીને 7 જુગારીઓને પકડી પાડીને તેમની પાસેથી કુલ 6940 રૂપીયા રોકડા અને 380 રૂપીયા દાવ ઉપર મળી મળી આવતાં કુલ 7320 રૂપીયા જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા જુગારીઓમાં ઇલીયાસ અબ્દુલભાઇ વ્હોરા, ઈકબાલ બુમારકભાઈ વ્હોરા, સલીમ મોહંમદભાઇ વ્હોરા, રસીદ અબ્દુલભાઇ વ્હોરા, નઝીમ ઉસ્માનભાઇ વ્હોરા, ૨યજી બાબુભાઇ ઠાકોર, પ્રહલાદ ચંદુભાઇ ઠાકોર (તમામ રહેવાસી, રૂપાલ, તા.બાવળા)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...