જુગાર:બાવળાનાં હસનનગરમાંથી 7 જુગારીની ધરપકડ

બાવળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળા પોલીસે બાતમી આધારે હસનનગર ગામમાં ખુલ્લામાં જુગાર રમતાં 7 જુગારીઓને પકડી પાડીને જેલનાં સળીયા પાછળ ધકેલી દઇને જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે હસનનગર ગામમાં આવેલા રાણીયાવાસમાં રહેતાં અજીતભાઇ નાનજીભાઇ કોળી પટેલના ઘર આગળ ખુલ્લામાં કેટલાક જુગારીઓ તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીનાં આધારે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં ખુલ્લામાં કેટલાક જુગારીઓ ગોળ કુંડાળું વળીને જુગાર રમતાં હતાં. પોલીસને જોઇને જુગારીઓ નાસવા જતાં પોલીસે કોર્ડન કરીને 7 જુગારીઓને પકડી પાડીને તેમની પાસેથી કુલ 10300 રૂપીયા જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દઈને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા જુગારીઓમાં અજીતભાઇ નાનજીભાઇ કોળી પટેલ ( હસનનગર), રમણભાઇ ડાહ્યાભાઇ ચાવડા (હસનનગર ), વિષ્ણુભાઇ કાશીરામભાઇ કોળી પટેલ ( હસનનગર), મહેશભાઇ ધીરૂભાઇ કોળી પટેલ (હસનનગર) , વિનોદભાઇ ધનજીભાઇ ચાવડા (હસનનગર), દિલીપભાઇ મગનભાઇ રાવળ ( આદ્રોડા), શકિતસિંહ રૂપસંગભાઇ નકુમ ( આદ્રોડા) નો સમાવેશ થાય છે.