નિર્ણય:બાવળા પાલિકાનો 6.20 કરોડનો વેરો બાકી, ન ભરનારાની મિલકત જપ્ત થશે

બાવળા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરો નહીં ભરતા બાકી મિલકત ધારકોની યાદી જાહેર સ્થળોએ લગાવાનો અને અખબારોમાં પ્રસિદ્ધ કરવાનો, જપ્તી વોરંટ કાઢી મિલકત જપ્ત કરવાનો નિર્ણય કરાયો

બાવળા નગરપાલીકામાં ઘણાં મિલકત ધારકો ઘણા સમયથી મિલકત વેરો ભરતાં નથી. જેથી વેરોની રકમ વધી રહી છે.અને પાલિકા તંત્ર પણ વેરો ઉધરાવવામાં ઢીલાસ રાખી રહ્યા છે. જેથી દર વર્ષે મિલકત વેરાની રકમ વધી રહી છે. જેથી આ વર્ષે મિલ્ક્ત વેરો જેનો બાકી છે તેની ઉપર આકરા પાણીએ થયા છે. નગરપાલીકાનાં ચીફ ઓફીસર સિદ્ધર્થભાઇ પટેલે જણાવ્યું છે કે બાવળા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી વિવિધ મિલકતનાં વર્ષ 2021/2022 સુધી બાકી નીકળતા વેરાની વસુલાત માટે વારંવાર જાહેરાત કરવામાં આવી છે.

તેમજ નોટીસો પણ આપવામાં આવી છે, છંતા તેઓના દ્વારા તેની ચુકવણી કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે. જેના કારણે વેરાની વસુલાત થઈ શકતી નથી અને અગાઉનાં ઘણાં વર્ષોની બાકી રકમ ઉપરાંત દંડનીય વ્યાજ સહિત તે રકમ વધતી જાય છે. આ બાકી નીકળતી રકમની વસુલાત માટે બાવળા નગરપાલિકા દ્વારા વિવિધ ટીમો બનાવીને નોટિસ આપવામાં આવેલી છે તેમજ આ બાબતની રિક્ષામાં માઇક દ્વારા ફેરવીને જાહેર સૂચના આપવામાં આવી છે. પરંતુ બાકીદારો દ્વારા તેમની બાકી રકમની ચુકવણી કરવામાં આવી નથી.

આથી બાવળા નગરપાલિકા દ્વારા સરકારની સૂચના મુજબ હવે બાકી મિલકત ધારકોની યાદી જાહેર સ્થળોએ લગાવાનો અને સમાચારપત્રોમાં પ્રસિધ્ધ કરવાનો, જે તે મિલકતનાં નળ અને ગટર કનેક્શન કાપવાનો તેમજ જપ્તી વોરંટ નીકાળીને મિલકત જપ્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આથી જે મિલકત ધારકોનો મિલ્કત કે અન્ય વેરો બાકી હોય તેમને સત્વરે તેની ચુકવણી કરવાનું જણાવવામાં આવે છે.જેથી જેનો પણ વેરો બાકી હોય તેને ભરી દેવો.

અન્ય સમાચારો પણ છે...