પોલીસનો દરોડો:કાણોતર ગામમાંથી 5 અને બગોદરામાંથી 3 જુગારી ઝબ્બે

બાવળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બગોદરા પોલીસે 8 આરોપી પાસેથી કુલ 20660નો મુદ્દામાલ જપ્ત કર્યો

બગોદરા પોલીસે બાતમી આધારે બાવળા તાલુકાનાં કાણોતર ગામમાંથી 5 અને બગોદરામાંથી ૩ જુગારીઓને ખુલ્લામાં જુગાર રમતાં જુગારીઓને પકડી પાડીને જેલનાં સળીયા પાછળ ધકેલી દઇને જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા શહેર અને તાલુકામાં ખુલ્લેઆમ જુગારધામો ધમધમી રહ્યા છે. પોલીસ પણ જુગારધામોને પકડી પાડવા દોડાદોડી કરી રહી છે.ત્યારે બગોદરા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે કાણોતર ગામમાં આવેલા કાણોતરાવાસમાં રહેતાં નવઘણભાઇ જોરૂભાઇના ઘર આગળ ખુલ્લામાં કેટલાક જુગારીઓ તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં ખુલ્લામાં કેટલાક જુગારીઓ ગોળ કુંડાળું વળીને જુગાર રમતાં હતાં. પોલીસને જોઇને જુગારીઓ નાસવા જતાં પોલીસે કોર્ડન કરીને 5 જુગારીઓને પકડી પાડીને તેમની પાસેથી કુલ 14310 રૂપીયા જપ્ત કરીને રાજુભાઇ શીવાભાઇ દેવાત્રા, મહેશભાઈ ભરતભાઇ બારીયા, પ્રવિણભાઇ છેલાભાઇ મેર, મહેશભાઈ રામુભાઈ મેર, રણજીતભાઈ શીવાભાઈ દેવાત્રા, તમામ રહેવાસી, કાણોતરને પકડી લીધા હતાં.

તેમજ બગોદરામાં મોટીફળીમાં રહેતાં ભરતભાઇ માવસંગભાઇ મકવાણાનાં ઘરની નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક જુગારીઓ તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.તેવી બાતમીનાં આધારે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં ખુલ્લામાં કેટલાક જુગારીઓ ગોળ કુંડાળું વળીને જુગાર રમતાં હતાં.જેથી પોલીસને જોઇને જુગારીઓ નાસવા જતાં પોલીસે કોર્ડન કરીને 3 જુગારીઓને પકડી પાડીને તેમની પાસેથી કુલ 6350 રૂપીયા મળી આવતાં તે જપ્ત કરીને ભરતભાઇ માવસંગભાઇ મકવાણા, અશોકભાઈ શંકરભાઈ મકવાણા, દશરથભાઇ પરસોત્તમભાઈ મકવાણા, તમામ રહેવાસી, બગોદરાને પકડી જેલના સળીયા પાછળ ધકેલી દઈને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.