તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:બાવળા શહેરમાં પહેલા ડોઝનું 48% વેકસિનેશન, ડોઝ અપૂરતા

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજ 300થી 500 ડોઝ ફાળવાતા રસીકરણની ઝડપ ઘટી, 5 જૂન બાદ એકપણ કેસ પોઝિટિવ નોંધાયો નથી

કોરોનાથી બચવા માટે સરકારે વેકસી આપવાનું શરૂ કર્યું છે.જે લોકોએ વેકસીન લીધી હતી તેઓ કોરાનાથી બચી શક્યા છે.સરકાર પણ વેકસીનેશન ઝડપી થાય તેના ઉપર ભાર મુકી રહી છે.અને લોકોમાં પણ ૨સી લેવા માટે જાગ્રુતતા આવી છે. હવે વેકસીન લેવા માટે લાઇનો લગાવે છે.ત્યારે સરકાર વેકસીનનાં ડોઝ પુરા પાડી શકતી નથી.બાવળા શહેરમાં અત્યાર સુધીમાં પહેલો ડોઝ 48 ટકા લોકોએ લઇ લીધો છે.બાવળા અર્બન હેલ્થ ઓફીસર ડો.રાકેશ મહેતાએ જણાવ્યું હતું કે બાવળા શહેરમાં 30613 લોકોનાં ટાર્ગેટની સામે અત્યાર સુધીમાં પહેલો ડોઝ 14748 લોકોને વેકસીનેશન કરવામાં આવ્યું છે.

અને બીજો ડોઝ 4039 લોકોએ લઈ લીધો છે.બીજા ડોઝ માટે સરકારે 84 દિવસનો સમયગાળો નક્કી કર્યો હોવાથી કામગીરી ધીમી થાય છે. 45 વર્ષથી ઉપરની 9122 વ્યકિતઓનાં ટાર્ગેટની સામે 10687 લોકોને વેકસીન આપી દેવામાં આવી છે.જ્યારે 18 થી 44 વર્ષનાં લોકોને 15 જૂનથી વેકસીનેશનનો કાર્યક્રમ શરૂ કરાયો છે.અત્યાર સુધીમાં 21491 લોકોનાં ટાર્ગેટની સામે 4061 લોકોને રસી આપવામાં આવી છે.

બાવળા શહેરમાં અત્યારે અર્બન હેલ્થ ઓફિસમાં, કાવીઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને જયારે વધારે ડોઝ આપવામાં આવે ત્યારે ધર્માદાનાં દવાખાને, ગર્લ્સ સ્કૂલ, આ.કે. વિદ્યામંદિરમાં આપવામાં આવે છે. હાલમાં દરરોજ 300થી 500 ડોઝ સરકાર તરફથી આપવામાં આવે છે. વધારે ડોઝ આપવામાં આવે તો ઝડપી વેકસીનેશન થાય. તેમજ બાવળા શહેરમાં 5 જૂન પછી એકપણ કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...