તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન:રક્તદાન શિબિરમાં 41 બોટલ રક્ત એકત્ર કરાયું

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળામાં મહામારીમાં રક્તદાન શિબિર
  • મણિનગર સ્વામીનારાણય સંસ્થા તથા ઇન્ડિયન રેડક્રોસ સોસોયટીના ઉપક્રમે આયોજન

હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં નિયમીત રીતે જેને લોહી ચડાવવાની જરૂર ઉભી થાય છે તેમને ખૂબ જ તકલીફ પડી રહી છે.આ સમયમાં રક્તની જરૂરીયાતવાળા લોકોને લોહી સમયસર મળી રહે તે હેતુથી બાવળામાં આવેલા મુક્તજીવન સ્વામીબાપા સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્થાના ફાઉન્ડર અને ટ્રસ્ટી તેમજ સામાજિક કાર્યકર મયુરધ્વજસિંહ ડાભીના જન્મદિવસ નિમિતે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તેમજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન ધોળકા રોડ ઉપર આવેલા સ્વામીનારાયણ મંદિરનાં ખુલ્લા પ્લોટમાં કરવામાં આવ્યું હતું.

જેમાં બાવળાના રક્તદાતાઓએ અનોખો ઉત્સાહ દાખવી 41 બોટલ રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ શિબિરને સફળ બનાવવામાં બાવળા લોહાણા મિત્ર મંડળ, સર્વધર્મ એકતા સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ જેવી સંસ્થાઓએ ખુબજ સહયોગ આપ્યો હતો. તેમજ બાવળાના મામલતદારએ પણ સરકારી કર્મચારીઓને રક્તદાન કરવાનો અનુરોધ કર્યો હતો. રક્તદાતાઓને ભેટ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...