શકુનિઓની ધરપકડ:બાવળાનાં શિયાળ ગામમાંથી જુગાર રમતાં 4ને ઝડપી લેવાયા

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બગોદરા પોલીસે 3 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લીધો

બાવળા તાલુકાનાં શિયાળ ગામમાં મકાનની બાજુમાં ખુલ્લામાં જાહેરમાં જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે તેવી બાતમીનાં આધારે બગોદરા પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડીને જુગાર રમતાં 4 જુગારીઓને ઝડપી લઈને તેમની પાસેથી 3620 રૂપીયા રોકડા અને 190 રૂપીયા દાવ ઉપરથી મળી આવતાં કુલ 3810 રૂપીયા કબ્જે કરીને પકડાયેલા જુગારીઓને જેલનાં સળીયા પાછળ ધકેલી દઈને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા શહેર અને તાલુકામાં દારૂ, જુગારનાં અડ્ડાઓ પોલીસનાં ડર વગર ધમધમી રહ્યા છે. ત્યારે બગોદરા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે બાવળા તાલુકાનાં શિયાળ ગામમાં રહેતાં રવજીભાઇ રામુભાઇ સોલંકીનાં મકાન પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક જુગારીઓ હારજીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીનાં આધારે બગોદરા પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં કેટલાક જુગારીઓ ગોળ કુંડાલું વળીને જુગાર રમતાં હતાં જેથી જેથી પોલીસ કોર્ડન કરીને 4 જુગારીઓને જુગાર રમતાં ઝડપી લીધા હતાં.

તેમની પાસેથી 3,620 રૂપીયા રોકડા અને 190 રૂપીયા દાવ ઉપરથી મળી આવતાં કુલ 3,810 રૂપીયા કબ્જે કરીને પકડાયેલા જુગારીઓને જેલનાં સળીયા પાછળ ધકેલી દઈને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા જુગારીઓમાં નવીન પિતાંમ્બરભાઇ રાઠોડ (હરીજનવાસ, શિયાળ), રવજી રામુભાઇ સોલંકી (નાનીફળી, શિયાળ), નિલેશ ભાવુભાઇ ગોહિલ (મેઇન બજાર, શિયાળ), હનુ કમશુભાઈ સોલંકી (મેઇન બજાર, શિયાળ) નો સમાવેશ થાય છે. પોલીસની કામગીરીથી જુગારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...