તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઝેકડામાં બંધ કંપનીમાં 4 જણે પાઈપ, છરાથી હુમલો કરતાં 3 ગાર્ડને ઇજા

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગળા ઉપર છરો મુકીને નોકરી છોડીને જતાં રહેજો અમે 2 દિવસ પછી આવીશું, તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા

બાવળા તાલુકાનાં ઝેકડા ગામ પાસે આવેલી બંધ કંપનીમાં હિન્દી ભાષા બોલવાવાળા 4 વ્યકિતઓએ દિવાલ કુદીને અંદર પડતાં સીકયુરીટીએ જોઇ જતાં 3 સીક્યુરીટી ગાર્ડ ઉપર પાઇપથી હુમલો કરતાં ત્રણેયને નાની મોટી ઇજાઓ થવા પામી છે. અને ગળા ઉપર છરો મુકીને નોકરી છોડીને જતાં રહેજો અમે બે દિવસ પછી આવીશું અને જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતાં રહ્યા હતાં.એક ને બાવળા સારવાર આપી હતી અને 2 સીકયુરીટી ગાર્ડને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ બાબતે બાવળા પોલીસમાં 4 વ્યક્તિ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાંકોદરા ગામમાં રહેતાં રાકેશભાઇ સાગરભાઇ મકવાણા સીક્યુરીટી સોલ્યુશન સીક્યુરીટી એજન્સીમાં ગાર્ડ તરીકે બાવળા તાલુકાનાં ઝેકડા ગામ પાસે આવેલી બંધ પડેલી બી.ડી ઓવરસીજ એન્ડ ફીસકલ સર્વિસ લીમીટેડ કંપનીમા નોકરી કરે છે. તેમણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે રાત્રે તે અને તેમની સાથે બહાદુરસિંહ તથા આલોકસિંહ જધન વોચમેન તરીકે ફરજ ઉપર હતા.રાત્રી ના આશરે બે વાગે હિન્દી ભાષી 4 અજાણ્યા માણસો દિવાલ કુદીને કંપાઉન્ડમાં આવતા ત્રણેય સીક્યુરીટી ગાર્ડએ તેઓને જોયા હતાં અને તે માણસો કંપનીમાં દિવાલ કુદી અંદર આવતાં તેઓને કેમ આવ્યા છો તેમ પુછતા 4 એ માણસોએ લોખંડની પાઇપ જેવા હથીયારોથી ત્રણેય માણસો ઉપર હુમલો કરતાં મને માથાના ભાગે વાગતાં લોહી નીકળવા લાવ્યું હતું અને બહાદુરસિંહને શરીરે હાથે પગે અને આલોકસિંહને પગે ઈજાઓ થતાં ફેકચર કરી દીધા હતાં.

જેથી તેઓએ બુમાબુમ કરતા એક વ્યકિતએ છરો બતાવી મારા ગળા ઉપર મુકીને કહ્યું કે જો બુમાબુમ કરશો તો જાનથી મારી નાખી. અને અહીંથી નોકરી છોડી જતાં રહેજો નહી તો અમો હજુ પરમ દિવસે ફરીથી આવવાના છીએ ત્યારે વધારે માર મારીશું.તેમણે સીક્યુરીટી કંપનીનાં માલીક ઉમેદસિંહને ફોન કરી બનાવની જાણ કરીને રાકેશભાઈએ તેના ભાઈ મુકેશભાઇને ફોન કર્યો હતો જેથી તેઓ આવી ગયા હતાં અને 108 ઇમરજન્સી વાનને ફોન કરતાં તે તરત જ આવી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...