કાર્યવાહી:બાવળાના રામનગર પાસે ગોડાઉનમાંથી ચોરાયેલી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે ગેંગના 4 સભ્ય પકડાયા

બાવળા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 એલઇડી, પિયાનો મળી 3 લાખની મત્તા ચોરાઇ હતી, બાવળા પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી રૂ. 2,32,500 ના ચોરીના મુદામાલ સાથે ચોરને ઝડપ્યા

બાવળા તાલુકાના રામનગર નજીક આવેલા ફલીપકાર્ટના વેરહાઉસમાંથી અલગ અલગ કંપનીના અલગ અલગ સાઇઝના 9 એલ.ઇ.ડી., અલગ અલગ કંપનીના 11 સાઉન્ડ બાર, 1 માઇક્રો વેવ ઓવન અને કેશિયો કંપનીનું 1 પિયાનો મળી કુલ 3,00,000 રૂપીયાની કિંમતની કંપનીમાં નોકરી કરતી વ્યકિતઓનાં નામ સાથે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગણતરીનાં કલાકોમાં જ 4 ચોરને ચોરીના મુદામાલ સાથે ઝડપી લઈ જેલના સળીયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાના રામનગર નજીક આવેલા ફલીપકાર્ટના વેરહાઉસમાંથી 1 ઓકટોબર થી 9 ઓક્ટોબર સુધીમાં અલગ અલગ કંપનીના અલગ અલગ સાઇઝના 9 એલ.ઇ.ડી.ટી.વી., અલગ અલગ કંપનીના 11 સાઉન્ડ બાર, 1 માઇક્રો વેવ ઓવન અને કેશિયો કંપનીનું 1 પિયાનો મળી કુલ 3,00,000 ( ત્રણ લાખ ) રૂપીયાની કિંમતની ચીજ વસ્તુઓની ચોરી થવા પામી હતી.જેથી કંપનીનાં સી.સી.ટી.વી. ચેક કરતાં કંપનીમાં નોકરી કરતાં કલ્પેશભાઇ કાંતિભાઇ રાઠોડ ( ઢેઢાળ, પગીવાસ તા.બાવળા) , અજીતભાઇ જગમાલભાઇ સાણંદીયા (ડરણ મહાદેવવાસ, તા.સાણંદ), કલ્પેશભાઇ કનુભાઇ પટેલ (હસનનગર તા.બાવળા) અને મુકેશભાઇ અમૃતભાઇ પટેલ ( હસનનગર તા.બાવળા)એ તથા કંપનીમાં નોકરી કરતાં તેમની સાથે સંકળાયેલા બીજા માણસોએ ચોરી કરીને લઈ જતાં દેખાતાં હોવાથી કંપનીનાં મેનેજર કમલેશભાઇ ત્રિપાઠીએ બાવળા પોલીસમાં ચોરી થયાની ફરીયાદ 11 ઓકટોબરે નોંધાવતાં બાવળા પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

અલગ અલગ ટીમ બનાવીને ખાનગી બાતમીદારો તેમજ સી.સી.ટી.વી. ફુટેજ આધારે ચારેય ચોરોને પકડી પાડીને તેમની પાસેથી ચોરીમા ગયેલા અલગ અલગ કંપનીના 5 એલ.ઇ.ડી.ટી.વી., અલગ અલગ કંપનીના 4 સાઉન્ડ બાર અને કેશિયો કંપનીનું 1 પિયાનો, 2 સાઉન્ડ સીસ્ટમ મળી કુલ 2,32,500 રૂપીયાનો મુદ્દામાલ રિકવર કરીને જેલના સળીયા પાછળ ધકેલી દઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાકીનો મુદામાલ ક્યાં મુકયો છે અથવા કોને આપ્યો છે અને બીજી કેટલી ચોરીઓ કરી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...