પોલીસના દરોડા:બુટભવાની નગરમાંથી જુગાર રમતાં 4 જુગારી ઝડપાયા, 3 ફરાર

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસના દરોડાથી જુગારીઓમાં નાસભાગ મચી, 5 હજારનો મુદ્દામાલ કબજે

બાવળામાં આવેલી સાણંદ ચોકડી પાસે આવેલા બુટભવાનીનગરમાં સ્ટ્રીટ લાઇટનાં અજવાળે ખુલ્લામાં કેટલાક જુગારીઓ હારજીતનું તીનપત્તીનું જુગટું રમતાં 4 જુગારીઓને બાવળા પોલીસે બાતમીનાં આધારે પકડી લીધા હતાં.અને 3 જુગારીઓ ભાગી ગયા હતાં.પકડાયેલા જુગારીઓ પાસેથી મળી આવેલા 5530 રૂપીયા જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને જેલનાં સળીયા પાછળ ધકેલી દઈને અને ભાગી ગયેલા જુગારીઓ મળી તમામ વિરૂદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા શહેર અને તાલુકામાં દારૂ-જુગાર નાં અડ્ડાઓ ધમધમી રહ્યા છે. અનેકવાર પોલીસે દરોડા પાડીને બુટલેગરો અને જુગારીઓને પકડી લીધા છે.છંતા પોલીસનાં ડ૨ વગર દારૂ-જુગારનાં અડ્ડાઓ ચાલી રહ્યા છે.ત્યારે બાવળા પોલીસ રાત્રે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે સાણંદ રોડ ઉપર આવેલા બુટભવાનીનગરમાં આવેલા છેલ્લા ફળીયામાં સ્ટ્રીટ લાઇટનાં અજવાળે ખુલ્લામાં કેટલાક જુગારીઓ હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે.

જે બાતમીનાં આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં કેટલાંક જુગારીઓ ગોળ કુંડાલું વળીને તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હતાં.જેથી પોલીસને જોઈને જુગારીઓ ભાગવા લાગ્યા હતાં.જેથી પોલીસે જુગારીઓની પાછળ દોડીને 4 જુગારીઓને ઝડપી લઇને તેમની પાસેથી મળેલા 5150 રૂપીયા તથા દાવ ઉપરથી મળેલા 380 રૂપીયા મળી કુલ 5530 રૂપીયા મળી આવતાં તેને જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને જેલનાં સળીયા પાછળ ધકેલી દઇને તેમજ ભાગી ગયેલા જુગારીઓની પૂછપરછ કરતાં ત્રણ જુગારીઓનાં નામ આપ્યા હતાં.

જેથી પોલીસે સાતેય જુગારીઓ વિરૂદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા જુગારીઓમાં ભલુ કાનાભાઇ લામકા (ભરવાડ) (સર્વોદય સોસાયટી, બાવળા), ભરત મનુભાઈ પગી ( બુટભવાનીનગર), ગોત્તમ હિરાભાઇ કોળી પટેલ (બુટભવાનીનગર), રાહુલ પ્રવિણભાઇ પગી (બુટભવાનીનગર)નો સમાવેશ થાય છે. જયારે ભાગી ગયેલા જુગારીઓ રાજુ સોમાભાઇ ઠાકોર (બુટભવાનીનગર),દિનેશ ખોડાભાઇ ઠાકોર, (બુટભવાનીનગર), મનીષ સુરેશભાઇ પગીને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...